Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India got target of 124 runs to win 1st test against South Africa

IND vs SA / ટીમ ઈન્ડિયાને જીતવા માટે મળ્યો 124 રનનો ટાર્ગેટ, રવિન્દ્ર જાડેજાએ ઝડપી 4 વિકેટ

Timeછેલ્લું અપડેટ : 16 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / ટીમ ઈન્ડિયાને જીતવા માટે મળ્યો 124 રનનો ટાર્ગેટ, રવિન્દ્ર જાડેજાએ ઝડપી 4 વિકેટ
સોર્સ : GSTV

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો ત્રીજો દિવસ છે. જેમાં ટીમ ઈન્ડિયા જીતની નજીક છે. બીજા દિવસે શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો, તેથી આજે તેના સ્થાને રિષભ પંત કેપ્ટનશિપ કરી રહ્યો છે. ત્રીજા દિવસના પહેલા સેશનમાં સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ 153 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાને જીત માટે 124 રનનો ટાર્ગેટ મળ્યો છે.

App Store

સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા પણ પહેલા દિવસે બેટિંગમાં ઉતરી હતી, જ્યારે સાઉથ આફ્રિકા પહેલા દિવસના ત્રીજા સેશનમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. એડન માર્કરામે 31 રન બનાવ્યા, જે મુલાકાતી ટીમનો સૌથી વધુ સ્કોર હતો. જસપ્રીત બુમરાહે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લીધી, જ્યારે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ અને અક્ષરે એક વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં માત્ર 30 રનની લીડ મેળવી હતી, તે ટેસ્ટના બીજા દિવસે 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં કેએલ રાહુલ (39) એ સૌથી વધુ રન બનાવ્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકા માટે સાઈમન હાર્મરે ચાર વિકેટ લીધી હતી. જોકે, ટીમ ઈન્ડિયાએ ફક્ત નવ વિકેટ ગુમાવી હતી, કારણ કે કેપ્ટન શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો અને ત્યારબાદ બેટિંગ કરવા નહતો આવ્યો.

બીજા દિવસની રમતના અંત સુધીમાં, સાઉથ આફ્રિકાએ તેની બીજી ઈનિંગમાં 93 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા દિવસની રમત અહીંથી શરૂ કરતા સાઉથ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ ટીમનો એક છેડો સંભાળી રાખ્યો હતો. તે 136 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેના સિવાય કોર્બિન બોશે 37 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેમના સિવાય કોઈ ખેલાડી ખાસ પ્રદર્શન નહતો કરી શક્યો. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે  કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ અને જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.