Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sourav Ganguly came out in support of Mohammed Shami

મોહમ્મદ શમીના સપોર્ટમાં આવ્યો સૌરવ ગાંગુલી, કહ્યું- 'તે ટેસ્ટ, ODI અને T20 દરેક માટે...'

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
મોહમ્મદ શમીના સપોર્ટમાં આવ્યો સૌરવ ગાંગુલી, કહ્યું- 'તે ટેસ્ટ, ODI અને T20 દરેક માટે...'
સોર્સ : GSTV

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી મોહમ્મદ શમીને ક્રિકેટના તમામ ફોર્મેટમાં ભારતીય ટીમમાં વાપસી કરતો જોવા માંગે છે. ગાંગુલી માને છે કે તે એક શાનદાર ફાસ્ટ બોલર છે અને સંપૂર્ણપણે ફિટ છે.

App Store

અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેકશન કમિટીએ સાઉથ આફ્રિકા સામેની આગામી બે ટેસ્ટ મેચની સિરીઝ માટે 35 વર્ષીય શમીની પસંદગી નથી કરી. આ નિર્ણયથી ઘણા લોકોમાં રોષ ફેલાયો છે. મોહમ્મદ શમી છેલ્લે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો.

ગાંગુલીએ સોમવારે કહ્યું, "શમી શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તે ટેસ્ટ, ODI અને T20 દરેક માટે ફિટ છે અને અમે આ ત્રણ રણજી ટ્રોફી મેચોમાં જોયું, જ્યાં તેણે એકલા હાથે બંગાળ માટે મેચ જીતી હતી."

ગાંગુલીએ વધુમાં કહ્યું, "મને ખાતરી છે કે સિલેક્ટર્સ તેના પર નજર રાખી રહ્યા છે અને તેમની અને મોહમ્મદ શમી વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જો તમે મને પૂછો તો ફિટનેસ અને કૌશલ્યની દ્રષ્ટિએ, આ એ જ મોહમ્મદ શમી છે જેને આપણે જાણીએ છીએ. તેથી મને કોઈ કારણ નથી દેખાતું કે તે ભારત માટે ટેસ્ટ, ODI અને T20 ક્રિકેટમાં શા માટે નથી રમી શકતો."

શમીનું તાજેતરનું પ્રદર્શન

શમીએ તાજેતર રણજી ટ્રોફી ક્રિકેટમાં 15 વિકેટ લીધી છે, જેના કારણે બંગાળને તેની પ્રથમ બે રણજી ટ્રોફી મેચ જીતવામાં મદદ મળી છે. જોકે, તે ત્રિપુરા સામે વિકેટ વિના રહ્યો હતો. તેણે આ સિઝનમાં ત્રણ મેચમાં 91 ઓવર બોલિંગ કરી હતી. 2023ના વર્લ્ડ કપ પછી આ અનુભવી ફાસ્ટ બોલરે પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી. તે વર્લ્ડ કપમાં, તેણે 10.70ની એવરેજથી 24 વિકેટ સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરનો રેકોર્ડ બનાવ્યો હતો.

ટેસ્ટ મેચોમાં, પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશ દીપ ફાસ્ટ બોલિંગ એટેકના અભિન્ન ભાગો બની ગયા છે. 2027નો ODI વર્લ્ડ કપ હજુ બે વર્ષ દૂર છે. આવી સ્થિતિમાં શમી ક્યારે પાછો ફરશે, તે એક મોટો પ્રશ્ન છે.