સ્મૃતિ મંધાનાનો ઝંઝાવાત, 50 બોલમાં સદી ફટકારી તોડ્યો પોતાનો જ રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વિમેન્સ ODI સીરિઝની છેલ્લી મેચ દિલ્હીના

ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વિમેન્સ ODI સીરિઝની છેલ્લી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ છે. આ મેચમાં ભારતની બેટર સ્મૃતિ મંધાનાએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. મંધાનાએ 63 બોલમાં 125 રન ફટકાર્યા હતા, જેમાં 17 ફોર અને 5 સિક્સનો સમાવેશ છે. સ્મૃતિ મંધાનાએ સૌથી પહેલા 23 બોલમાં જ હાફ સેન્ચૂરી પૂરી કરી હતી.
આ રેકોર્ડ ભારત દ્વારા મહિલા વન-ડેમાં સૌથી ઝડપી હાફ-સેન્ચૂરીનો છે. ત્યારબાદ મંધાનાએ 50 બોલમાં સેન્ચૂરી ફટકારી પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે તે હવે ODIમાં સૌથી ઝડપી સેન્ચૂરી ફટકારનાર બીજી બેટર બની છે. વિમેન્સ ODIમાં મંધાનાએ બીજીવાર સેન્ચૂરી ફટકારી હતી.
વિમેન્સ ODIમાં સૌથી ઝડપી સદી
45 - મેગ લેનિંગ vs ન્યુઝીલેન્ડ, નોર્થ સિડની ઓવલ, 2012
50- સ્મૃતિ મંધાના vs ઓસ્ટ્રેલિયા, દિલ્હી, 2025
57- કરેન રોલ્ટન vs દક્ષિણ આફ્રિકા, લિંકન, 2000
57- બેથ મૂની vs ભારત, દિલ્હી, 2025
59- સોફી ડિવાઇન vs આયર્લેન્ડ, ડબલિન, 2018
60- ચમારી અટાપટ્ટુ vs ન્યુઝીલેન્ડ, 2023
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સેન્ચૂરી (મહિલા ODI)
4- સ્મૃતિ મંધાના, 2024માં
4- સ્મૃતિ મંધાના, 2025માં
4- તજમિન બ્રિટિશ, 2025માં
વિમેન્સ વનડેમાં સૌથી વધુ સેન્ચૂરી
15 - મેગ લેનિંગ
13 - સુઝી બેટ્સ
13 - સ્મૃતિ મંધાના
12- ટેમી બ્યુમોન્ટ







