Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Smriti Mandhana and Pratika Rawal's pair did this against Australian women team

IND-W vs AUS-W / સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની જોડીએ કર્યું મોટું કારનામું, ખાસ ક્લબમાં જોડાયું નામ

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2025
લાઇવ ટીવીGoogle News
IND-W vs AUS-W / સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની જોડીએ કર્યું મોટું કારનામું, ખાસ ક્લબમાં જોડાયું નામ
સોર્સ : ESPNcricinfo

વિમેન્સ ODI વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં, ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમી રહી છે. ODI સિરીઝની પહેલી મેચ 14 સપ્ટેમ્બરે મુલ્લાનપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાની જોડીએ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી. આ સાથે, આ જોડીનું નામ હવે એક ખાસ યાદીમાં સામેલ થઈ ગયું છે.

App Store

મંધાના અને રાવલની જોડીએ કમાલ કરી

સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ વચ્ચે પહેલી વિકેટ માટે આ મેચમાં 114 રનની પાર્ટનરશિપ થઈ હતી. ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ સામે ODIમાં આ ત્રીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે. ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ સામે ODIમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ કેરોલિન એટકિન્સ અને સારાહ ટેલરના નામે છે. 2009માં આ બંને ખેલાડીઓ વચ્ચે 119 રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારબાદ બીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ હેલી મેથ્યુઝ અને કિશા નાઈટના નામે છે. 2014માં સિડનીમાં બંને વચ્ચે 115 રનની પાર્ટનરશિપ થઈ હતી. હવે આ યાદીમાં સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલના નામ પણ સામેલ થયા છે.

ODIમાં ઓપનિંગ જોડી તરીકે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલનો રેકોર્ડ

ODI ફોર્મેટમાં ઓપનિંગ જોડી તરીકે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલનો રેકોર્ડ શાનદાર છે. બંનેએ અત્યાર સુધીમાં 15 ઈનિંગ્સમાં 80ની એવરેજથી 1200 રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે 6 અડધી સદી અને 5 સદીની પાર્ટનરશિપ થઈ છે. આ રેકોર્ડ જોયા પછી, આગામી ODI વર્લ્ડ કપમાં ફેન્સને સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની જોડી પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે તેમનું પ્રદર્શન કેવું રહે છે.

25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

આ ઉપરાંત, આ જોડીએ 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. તિ મંધાના અને પ્રતિકા રાવલે 2025માં 958 રનની પાર્ટનરશિપ કરી છે. આ કોઈપણ કેલેન્ડર વર્ષમાં કોઈપણ વિકેટ માટે કોઈપણ જોડી દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે. આ સાથે વર્ષ 2000માં બેલિન્ડા ક્લાર્ક અને લિસા કેઈટલી વચ્ચે બનાવેલા 905 રનનો રેકોર્ડ તૂટ્યો છે.

હરમનપ્રીત કૌર 150મી મેચ રમી રહી છે

તમને જણાવી દઈએ કે ભારતીય વિમેન્સ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર માટે આ 150મી ODI મેચ છે. તે ભારત માટે 150 કે તેથી વધુ ODI મેચ રમનારી ત્રીજી મહિલા ખેલાડી છે. ભારતીય વિમેન્સ ટીમ માટે સૌથી વધુ ODI મેચ રમવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે છે. તેણીએ 232 મેચ રમી છે, જ્યારે ઝુલન ગોસ્વામી 204 મેચ સાથે બીજા ક્રમે છે.

સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ અડધી સદી ફટકારીને આઉટ થઈ

પહેલી ODI મેચની વાત કરીએ તો, મંધાના અને રાવલ બંને અડધી સદીની ઈનિંગ રમીને આઉટ થઈ ગઈ. પ્રતિકા રાવલે 96 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. બીજી તરફ, મંધાનાએ 63 બોલમાં 58 રનની ઈનિંગ રમી. તેણે પોતાની ઈનિંગમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ સામે 282 રનનો ટાર્ગેટ રાખ્યો છે.