Badminton / સાત્વિક-ચિરાગનું સપનું તૂટ્યું, હોંગકોંગ ઓપન ફાઈનલમાં ચીની જોડી સામે મળી હાર

ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનું હોંગકોંગ ઓપન સુપર 500 ટાઈટલ

Badminton / સાત્વિક-ચિરાગનું સપનું તૂટ્યું, હોંગકોંગ ઓપન ફાઈનલમાં ચીની જોડી સામે મળી હાર

ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનું હોંગકોંગ ઓપન સુપર 500 ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં, તેમને ચીનની ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગની જોડી સામે કઠિન સંઘર્ષ બાદ હારનો સામનો કરવો પડ્યો હતો.

એક કલાક સુધી ચાલ્યો મુકાબલો

વિશ્વની નંબર-9 ભારતીય જોડીએ શરૂઆતની રમત જીતીને લીડ મેળવી હતી, પરંતુ તે પછી 21-19, 14-21, 17-21થી હારી ગઈ. આ રોમાંચક ફાઈનલ 61 મિનિટ સુધી ચાલી. સાત્વિક અને ચિરાગ 16 મહિનામાં પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યા હતા. છેલ્લી વખત તેઓએ થાઈલેન્ડ ઓપન ટાઈટલ જીત્યું હતું. જોકે, આ હાર સાથે, સુપર 500 ફાઈનલમાં તેમનો 100 ટકા જીતનો રેકોર્ડ પણ તૂટી ગયો. અત્યાર સુધી તેઓએ રમેલી ચારેય સુપર 500 ફાઈનલ જીતી હતી.

જાહેરાત

સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ આ સિઝનમાં 6 સેમીફાઈનલ મેચ હાર્યા બાદ પોતાની પહેલી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલ પહેલા, લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગ સામે તેમનો હેડ-ટુ-હેડ રેકોર્ડ 3-6 હતો. તેમણે પેરિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ આ ચીની જોડીને હરાવી હતી, પરંતુ આ વખતે તેઓ લીડ ન જાળવી શક્યા.

લક્ષ્ય સેન પર નજર

પહેલી ગેમ ખૂબ જ રોમાંચક હતી, જેમાં ચિરાગના ઝડપી સ્મેશ અને સાત્વિકની શાર્પ સર્વિસે ભારતને 21-19ની લીડ અપાવી હતી. પરંતુ બીજી ગેમ સંપૂર્ણપણે ચીની ખેલાડીઓના નામે હતી, જેમણે આક્રમક રમત સાથે 21-14થી જીત મેળવી હતી. નિર્ણાયક ગેમમાં, ભારતીય જોડી શરૂઆતમાં 2-11થી પાછળ રહી ગઈ. જોકે અંતે તેઓએ ત્રણ મેચ પોઈન્ટ બચાવ્યા અને સ્કોર 17-20 સુધી લઈ ગયા, પરંતુ વાપસી ન કરી શક્યા અને મેચ હારી ગયા. ફાઈનલમાં હાર છતાં, ભારતીય ફેન્સની આશા હજુ પણ જીવંત છે. હવે મેન્સ સિંગલ્સ ટાઈટલ ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો માટે ચીનના લી શી ફેંગ સામે થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત