Asia Cup 2025 / અશ્વિને ભારતીય ટીમને પ્લેઈંગ ઈલેવન બદલવાની આપી સલાહ, કહ્યું- આ મેચ વિનર ખેલાડીનો સમાવેશ કરો

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે એશિયા કપ 2025માં તેની આગામી મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાની છે. ભારતીય ટીમે આ મેચ 14 સપ્ટેમ્બરે ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવાની છે. આ મેચ અંગે, ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને ઉત્તમ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનનું એક નિવેદન પણ બહાર આવ્યું છે, જેમાં તેણે પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કરવાની સલાહ આપી છે.
ભારતીય ટીમે અર્શદીપ સિંહનો સમાવેશ કરવો જોઈએ
જ્યારે ભારતીય ટીમ એશિયા કપ 2025માં UAE સામે પોતાનો પહેલો મેચ રમવા માટે મેદાન પર આવી ત્યારે જસપ્રીત બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં મુખ્ય ફાસ્ટ બોલર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં અર્શદીપ સિંહને સ્થાન ન મળતા બધા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. હવે, પાકિસ્તાન સામેની મેચ પહેલા, અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ટીમના હેડ કોચ પર નિશાન સાધ્યું અને કહ્યું ક, "અર્શદીપ સિંહને બહાર કરવામાં આવ્યા તે ખૂબ જ આશ્ચર્યજનક છે, પરંતુ આ કંઈ નવું નથી. મને શંકા છે કે આ કોમ્બિનેશન સારી ટીમ સામે કામ કરશે કે નહીં."
તેણે આગળ કહ્યું, "અર્શદીપ સિંહ એક સારો ફાસ્ટ બોલર છે અને તેણે વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકા સામે પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આવા ખેલાડીને લાંબા સમય સુધી ટીમની બહાર રાખવો ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. હું જાણું છું કે શિવમ દુબેએ UAE સામેની મેચમાં કેટલીક વિકેટ લીધી હતી, પરંતુ આ પ્રકારના બોલિંગ કોમ્બિનેશનથી તમે મોટી ટીમો સામે મેચનથી રમી શકતા ."
ભારતીય બેટ્સમેનોએ આક્રમક માનસિકતા સાથે રમવું પડશે
પાકિસ્તાન સામેની મેચ અંગે, અશ્વિને ભારતીય બેટ્સમેનને પણ સલાહ આપી હતી કે તેમને તેમની બેટિંગ સ્ટાઇલમાં બિલકુલ ફેરફાર કરવાની જરૂર નથી, તેમણે આક્રમક વલણ અપનાવતા રહેવું જોઈએ. અશ્વિને કહ્યું, "હું જાણું છું કે અભિષેક શર્મા પોતાની સ્ટાઇલમાં રમશે અને જો તે આમ કરવામાં સફળ થાય છે, તો આ મેચમાં ભારતીય ટીમ માટે વસ્તુઓ ઘણી સરળ બનશે."

