Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Similarities between 2011 men's odi world cup and 2025 women's odi world cup

ODI World Cup / ભારતના બે ODI વર્લ્ડ કપમાં છે 14 વર્ષનું અંતર, છતાં આ 5 વસ્તુઓ છે એક સમાન

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ODI World Cup / ભારતના બે ODI વર્લ્ડ કપમાં છે 14 વર્ષનું અંતર, છતાં આ 5 વસ્તુઓ છે એક સમાન
સોર્સ : GSTV

ભારતે 2011માં મેન્સ ODI વર્લ્ડ કપ અને 2025માં વિમેન્સ ODI વર્લ્ડ કપ જીત્યો હતો. બંને વચ્ચે 14 વર્ષનું અંતર છે. જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બંને ફાઈનલ સાથે જોડાયેલી 5 વસ્તુઓ એવી છે સમાન છે. 2011માં, ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં પોતાનો બીજો 50 ઓવરનો વર્લ્ડ કપ જીત્યો હતો, જેનાથી 28 વર્ષની રાહનો અંત આવ્યો હતો. 2025માં, ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં પોતાનો પહેલો ODI વર્લ્ડ કપ જીત્યો છે.

App Store

2011 અને 2025 વર્લ્ડ કપ ફાઈનલનું સાક્ષી બન્યું મુંબઈ

જો આપણે 14 વર્ષના અંતરે રમાયેલા બે વર્લ્ડ કપ વચ્ચેની સમાનતા વિશે વાત કરીએ, તો પહેલી સમાનતા એ છે કે મુંબઈ શહેર બંને ફાઈનલનું સાક્ષી બન્યું છે. 2011ના મેન્સ ODI વર્લ્ડ કપની ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયો હતો, જ્યારે 2025ના વિમેન્સ ODI વર્લ્ડ કપની ફાઈનલ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી.

બંને વર્લ્ડ કપ ફાઈનલ 2 તારીખે રમાઈ

બંને વર્લ્ડ કપ ફાઈનલની તારીખો સમાન હોય કે ન હોય, તેમનો આંકડો એક જ છે. એટલે કે કે 2011ના મેન્સ ODI વર્લ્ડ કપની ફાઈનલ 2 એપ્રિલે રમાયો હતો, જ્યારે 2025ના વિમેન્સ ODI વર્લ્ડ કપની ફાઈનલ ૨ નવેમ્બરે યોજાઈ હતી.

ઓલરાઉન્ડર બન્યા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ

2011ના મેન્સ ODI વર્લ્ડ કપની ફાઈનલ હોય કે 2025ના વિમેન્સ ODI વર્લ્ડ કપની ફાઈનલ, બંનેમાં ઓલરાઉન્ડર જ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા. 2011માં, યુવરાજ સિંહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે 2025માં, દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

મેચ કેપ્ટનના હાથે સમાપ્ત થઈ

કમાલની વાત એ છે કે 14 વર્ષના અંતરે રમાયેલા બંને ODI વર્લ્ડ કપમાં, મેચ કોઈપણ ખેલાડીએ શરૂ કરી હોય, તે સમાપ્ત ભારતીય કેપ્ટનના હાથે જ થઈ હતી. 2011ના મેન્સ ODI વર્લ્ડ કપની ફાઈનલમાં, ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. જ્યારે 2025ના વિમેન્સ ODI વર્લ્ડ કપની ફાઈનલ વિમેન્સ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરના અદ્ભુત કેચ સાથે સમાપ્ત થઈ હતી.

ત્રીજી ફાઈનલમાં રમતી વખતે ટાઈટલ જીત્યું

2011માં ભારતની મેન્સ ટીમે 1983 અને 2003 પછી ત્રીજી ODI વર્લ્ડ કપ ફાઈનલ રમી હતી. તેવી જ રીતે, 2025માં વિમેન્સ ટીમે પણ ત્રીજી ODI વર્લ્ડ કપ ફાઈનલ રમી હતી. અગાઉ, તે 2005 અને 2017માં ODI વર્લ્ડ કપ ફાઈનલમાં રમી હતી.