Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Jemimah Rodrigues, who made everyone cry with her story, once played hockey for Maharashtra

પોતાની કહાનીથી સૌને રડાવનાર જેમીમાહ રોડ્રિગ્સ, એક સમયે મહારાષ્ટ્ર માટે રમતી હતી હોકી

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
પોતાની કહાનીથી સૌને રડાવનાર જેમીમાહ રોડ્રિગ્સ, એક સમયે મહારાષ્ટ્ર માટે રમતી હતી હોકી
સોર્સ : GSTV

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો છે, જેમાં ભારતને અહીં સુધી પહોંચાડવા માટે સેમિફાઈનલમાં  જેમીમા રોડ્રિગ્સે 127 રનની અણનમ ઇનિંગ રહી હતી, જેનાથી ભારતને સેમિફાઇનલમાં વિજય મળ્યો હતો. આ મેચ પછી તેણે દુનિયાને પોતાની કહાની જણાવી.

App Store

 'હું માનસિક રીતે ઠીક નથી, મને ઘણી ચિંતા છે'

સેમિફાઈનલમાં જેમીમા રોડ્રિગ્સે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવતી વખતે રડતા-રડતા પોતાની માનસિક સ્થિતિની ચર્ચા કરી હતી. આ જોઈ ભારતની ઘણી દિકરીઓ-મહિલાઓ સહિત ઘણા ભારતીયો ભાવુક થયા હતા. તેણે કહ્યું હતુ કે, 'આ આખો મહિનો ખૂબ જ મુશ્કેલ હતો. આ એક સ્વપ્ન જેવું લાગે છે જે ક્યારેય પૂરું નહીં થાય. મને 2022 વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવી હતી. આ વર્ષે, મને લાગ્યું કે હું સારા ફોર્મમાં છું અને તેને આગળ લઈ જઈશ. હું આ પ્રવાસ દરમિયાન લગભગ દરરોજ રડી છું. હું માનસિક રીતે ઠીક નથી. મને ઘણી ચિંતા છે.' આ બધી બાબતો જાણીને જેમીમા માટે અનેક લોકોને સહાનુભૂતિ થઈ.

જેમીમા રોડ્રિગ્સ મહારાષ્ટ્ર માટે રમી છે હોકી

મુંબઈની જેમીમા રોડ્રિગ્સે 2017-18ના BCCI એવોર્ડ્સમાં જુનિયર ડોમેસ્ટિક કેટેગરીમાં શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે નામાંકિત થયા પછી સૌપ્રથમ પ્રસિદ્ધિ મેળવી હતી. રોડ્રિગ્સે 17 વર્ષની ઉંમરે વડોદરામાં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. બેટિંગ ક્રમમાં ઉપર-નીચે જવા છતાં, આ 25 વર્ષીય ખેલાડી કોઈપણ સ્થાન પર પોતાની ગેમ પ્રત્યેની કુશળતા બતાવે છે.

રોડ્રિગ્સની એક મુખ્ય તાકાત એ છે કે તે પહેલા કે બીજા ક્રમના બેટ્સમેન પર બિનજરૂરી દબાણ લાવ્યા વિના તેની ઇનિંગ્સની ગતિને નિયંત્રિત કરી શકે છે. બેટ્સમેન તરીકેની તેની પ્રખ્યાત પ્રતિષ્ઠા હોવા છતાં, તેના વ્યક્તિત્વનું બીજું પાસું તેની જબરદસ્ત માનસિક શક્તિ છે. તેણે ઇંગ્લેન્ડ સામેની હારમાંથી પાછા ફર્યા પછી ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં 134 બોલમાં અણનમ 127 રન બનાવ્યા, જેનાથી ભારત ફાઇનલમાં પહોંચ્યું. જેમીમા રોડ્રિગ્સે અંડર-17 સ્તરે ફિલ્ડ હોકીમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.