Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Tears of joy in Rohit Sharma's eyes after India's victory in the Women's World Cup final, Kohli's emotional post

મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં ભારતની જીત બાદ રોહિત શર્માની આંખોમાં હર્ષના આંસુ, કોહલીની ભાવુક પોસ્ટ

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં ભારતની જીત બાદ રોહિત શર્માની આંખોમાં હર્ષના આંસુ, કોહલીની ભાવુક પોસ્ટ
સોર્સ : GSTV

ગઈ કાલે વિશ્વને ભારતીય દિકરીઓએ પોતાનો દમ દેખાડ્યો અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની. ટીમ ઇન્ડિયાએ આ વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું. આ ઐતિહાસિક જીતમાં પુરુષ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ ભાગ લીધો હતો. રોહિત શર્મા ખાસ કરીને મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો જોવા માટે પહોંચ્યો હતો. તેની સાથે તેની પત્ની પણ હાજર રહી હતી. ભારતની આ જીત બાદ રોહિત શર્માની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ પણ મહિલા ટીમ માટે એક ભાવુક પોસ્ટ લખીને શુભેચ્છાઓ પાઠવી હતી.

App Store

રોહિત શર્મા થયો ભાવુક 

વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલનો અંત દીપ્તિ શર્માની 45મી ઓવરથી આવ્યો. આ ઓવરના ત્રીજા બોલ પર હરમનપ્રીત કૌરે હવામાં ઉછળીને કેચ પકડ્યો અને ટીમ ઇન્ડિયા આ મેચ જીતી ગઈ. ભારતની જીતની ઘોષણા થતાં જ, જ્યારે કેમેરો ભારતની વન-ડે ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા તરફ વળ્યો, ત્યારે તે આકાશ તરફ જોતા નજરે પડ્યો. ટીમ ઇન્ડિયા માટે તાળીઓ પાડી રહેલા રોહિતની આંખોમાં તે સમયે ખુશીના આંસુ સ્પષ્ટ દેખાતા હતા.

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પાઠવ્યા અભિનંદન

વિરાટ કોહલીએ ફાઇનલમાં ભારતની જીતની તરત બાદ જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, 'આવનારી પેઢીઓ માટે તમે પ્રેરણા છો. તમારા નીડર ક્રિકેટ અને આત્મવિશ્વાસથી તમે દરેક ભારતીયને ગૌરવનો અનુભવ કરાવ્યો છે. તમે બધા આ તમામ પ્રશંસાના હકદાર છો અને આ ક્ષણનો પૂરો આનંદ માણો. હરમન અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ.'