મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શુભમન ગિલે અફવાઓ પર મુક્યું પૂર્ણવિરામ, રોહિત સાથે તસ્વીર શેર કરી લખ્યું કે...

ભારતીય ઓપનર શુભમન ગિલને ICC T-20 વર્લ્ડ કપ 2024 માટે રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં રાખવામાં આવ્યો હતો. ગિલ ઈન્ડિયન ટ

શુભમન ગિલે અફવાઓ પર મુક્યું પૂર્ણવિરામ, રોહિત સાથે તસ્વીર શેર કરી લખ્યું કે...

ભારતીય ઓપનર શુભમન ગિલને ICC T-20 વર્લ્ડ કપ 2024 માટે રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં રાખવામાં આવ્યો હતો. ગિલ ઈન્ડિયન ટીમ સાથે અમેરિકા પણ ગયો હતો. પરંતુ ન્યૂયોર્કના પ્રવાસ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે શુભમન ગિલને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માના ચાહકો છેલ્લા થોડા સમયથી ગિલને ટ્રોલ કરી રહ્યા છે. ગિલે હવે રોહિત શર્મા અને તેની પુત્રી સમાયરા સાથેની એક તસવીર શેર કરીને તમામ અફવા પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે. 

જ્યારે શુભમન ગિલને ટીમમાંથી રિલીઝ કરવાના સમાચાર આવ્યા ત્યારે એવી પણ અફવાઓ વહેતી થઈ હતી કે આ નિર્ણય અનુશાસનહીનતાને કારણે લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે T20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે સમય પસાર કરવાને બદલે ગિલ અન્ય કામો કરી રહ્યો હતો. ગિલ પોતાના અંગત બિઝનેસને લઈને ન્યૂયોર્કમાં વધુ સક્રિય હતો. આ કારણોસર ટીમ મેનેજમેન્ટ તેનાથી નારાજ હતું અને તેને ભારત પરત જવા માટે કહી દીધુ હતું જો કે આ વાત પાછળથી ખોટી સાબિત થઈ હતી.

રોહિતના ફેન્સે ગિલને ટ્રોલ કર્યો હતો

આ વચ્ચે એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે, શુભમન ગિલે ઈન્સ્ટાગ્રામ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માને અનફોલો કરી દીધો હતો. આખો વિવાદ અહીંથી શરૂ થયો હતો. ચાહકોએ શુભમન ગિલને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.

'રોહિત શર્મા પાસેથી અનુશાસનની કળા શીખી રહ્યા છીએ'

શુભમન ગિલે આજે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી જેમાં તે અને રોહિત શર્મા એક સાથે નજર આવી રહ્યા છે. તેની પુત્રી સમાયરા પણ રોહિતના ખોળામાં નજર આવી રહી છે. શુભમન ગિલે તસવીરના કેપ્શનમાં લખ્યું કે, 'હું અને સેમી રોહિત શર્મા પાસેથી અનુશાસનની કળા શીખી રહ્યા છીએ.

ભારતીય ટીમ હાલ ફ્લોરિડામાં છે. કેનેડા સામેની તેની છેલ્લી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે ટીમ સુપર-8 માટે વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. સુપર-8ની તેની પ્રથમ મેચ 20મી જૂને વેસ્ટ ઈન્ડિઝ સામે છે. બીજી તરફ 24 જૂને તે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

આ સમાચાર શેર કરો