Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shubman Gill joins Don Bradman's club

IND vs SL / શુભમન ગિલ ડોન બ્રેડમેનના ક્લબમાં જોડાયો, કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
IND vs SL / શુભમન ગિલ ડોન બ્રેડમેનના ક્લબમાં જોડાયો, કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો
સોર્સ : gstv

ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. શુભમન ગિલે ભારત માટે અડધી સદી ફટકારી, 3,000 ટેસ્ટ રનનો આંકડો પાર કર્યો. તે ડોન બ્રેડમેનની યાદીમાં જોડાયો છે. ગિલે કુમાર સંગાકારાને પાછળ છોડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

App Store

શુભમન ગિલે કમાલ કરી

ભારતની ટેસ્ટ કેપ્ટનશિપ સંભાળ્યા પછી, ગિલ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે શ્રીલંકા સામેની પહેલી મેચમાં સારું પ્રદર્શન નહતું કર્યું, પરંતુ તેણે બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પહેલી ઈનિંગમાં અડધી સદી ફટકારી અને શાનદાર ફોર્મમાં દેખાતો હતો, જોકે તે સદી ચૂકી ગયો.

તેણે 108 બોલમાં છ ચોગ્ગા ફટકારીને 50 રન બનાવ્યા. આ ઈનિંગ સાથે, તે ડોન બ્રેડમેનના ક્લબમાં જોડાયો છે. શુભમન ગિલ ટેસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ એવરેજથી ઓછામાં ઓછા 1,000 રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં જોડાયો છે. તેણે આ યાદીમાં બીજું સ્થાન મેળવ્યું છે. સર બ્રેડમેન 38 ઈનિંગ્સમાં 101.51ની એવરેજથી 3,147 રન બનાવીને પ્રથમ ક્રમે છે. શુભમન ગિલ આ યાદીમાં બીજા ક્રમે છે, તેણે 75.93ની એવરેજથી 1,139 રન બનાવ્યા છે કુમાર સંગાકારાએ પણ 26 ટેસ્ટ મેચોમાં 69.60ની એવરેજથી 1,601 રન બનાવ્યા છે.

ભારતે પ્રથમ મેચ 165 રનથી જીતી હતી 

ભારતે પ્રથમ મેચ 165 રનથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતીય ટીમ બીજી મેચ પણ જીતવા માટે ઉત્સુક રહેશે. આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે મહત્ત્વપૂર્ણ છે.