Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rishabh Pant injured retired hurt during batting in Colombo test

IND vs SL / રિષભ પંતને કેવી ઈજા થઈ કે, છોડવું પડ્યું મેદાન? કોલંબોમાં પહેલા જ દિવસે વધ્યું ટીમનું ટેન્શન

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
IND vs SL / રિષભ પંતને કેવી ઈજા થઈ કે, છોડવું પડ્યું મેદાન? કોલંબોમાં પહેલા જ દિવસે વધ્યું ટીમનું ટેન્શન
સોર્સ : gstv

ભારતીય ખેલાડીઓને થતી ઈજાઓનો સિલસિલો હજુ પણ ચાલુ છે. લગભગ દરેક મેચ અને સિરીઝમાં, કોઈને કોઈ ખેલાડી ઈજાનો ભોગ બને છે, જેના કારણે ટીમ માટે મુશ્કેલી ઉભી થાય છે. આ વખતે, ટીમનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો છે. કોલંબો ટેસ્ટના પહેલા જ દિવસે, રિષભ પંતને બેટિંગ કરતી વખતે ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડવાની ફરજ પડી હતી. આનાથી ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હવે પ્રશ્ન એ છે કે, શું તે ફરીથી બેટિંગ કરી શકશે?

App Store

ટેસ્ટ સિરીઝની બીજી મેચ રવિવાર, 23 ઓગસ્ટના રોજ કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ હતી અને ફરી એકવાર ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ, ભારતના કેપ્ટન શુભમન ગિલ અને દેવદત્ત પડિક્કલે સદીની પાર્ટનરશિપ કરી. ગિલના આઉટ થયા પછી રિષભ પંત બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. પરંતુ તે ક્રીઝ પર વધુ સમય વિતાવે અને બેટથી પોતાનો જાદુ બતાવે તે પહેલાં શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થઈ ગયો.

આ ઘટના ત્રીજા સેશનમાં બની જ્યારે શ્રીલંકાનો ફાસ્ટ બોલર લાહિરુ કુમારા, બોલિંગ કરી રહ્યો હતો. તે પંત સામે રાઉન્ડ ધ વિકેટ અઆવ્યો અને એક શોર્ટ પિચ બોલ ફેંક્યો. પંતે પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તે ઝડપથી શોટ રમી ગયો અને બોલ તેના સુધી પહોંચતા પહેલા થોડો અટકી ગયો. પંત શોટ રમવામાં અસમર્થ હતો, બોલ તેના ડાબા કાંડા પાસે જોરથી વાગ્યો. પંતને ભારે દુખાવો થયો અને મેચ બંધ થઈ ગઈ. ભારતીય ટીમના ફિઝિયોએ તેની થોડીવાર તપાસ કરી અને પાટો લગાવ્યો. જોકે, દુખાવો વધતો રહ્યો, તેથી પંતે રિટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય લીધો અને મેદાન છોડી દીધું. રવિન્દ્ર જાડેજાને તેના સ્થાને બેટિંગ માટે મોકલવામાં આવ્યો.