Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shubman Gill had to leave the field midway through his batting

IND vs SA / શુભમન ગિલે બેટિંગની વચ્ચે મેદાન છોડીને બહાર જવું પડ્યું, જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / શુભમન ગિલે બેટિંગની વચ્ચે મેદાન છોડીને બહાર જવું પડ્યું, જાણો શું છે કારણ
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને કોલકાતા ટેસ્ટમાં ભારતની પહેલી ઈનિંગ દરમિયાન બેટિંગ વચ્ચે છોડીને મેદાન બહાર જવું પડ્યું હતું. તેણે રિટાયર્ડ હર્ટ થવાને કારણે મેદાન છોડવું પડ્યું. ઈનિંગના ત્રીજા બોલ પર જ તે રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર જતો રહ્યો હતો. ગિલ સાઉથ આફ્રિકાના સ્પિનર ​​હાર્મરને બાઉન્ડ્રી ફટકારવામાં સફળ રહ્યો, પરંતુ આ પછી તેના ગરદનમાં દુખાવો થયો. જેના કારણે તેણે બેટિંગની અધવચ્ચે મેદાન છોડવાની ફરજ પડી.

App Store

ગિલ ગરદનની સમસ્યાને કારણે મેદાનની બહાર

શુભમન ગિલને ગરદનની સમસ્યાનો અનુભવ થયા પછી, ટીમના ફિઝિયો તેને ચેક કરવા માટે મેદાન પર આવ્યા હતા. ગિલની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, ફિઝિયોએ તેને મેદાનની બહાર લઈ જવાનું નક્કી કર્યું. ગિલ જ્યારે મેદાનની બહાર જઈ રહ્યો હતો, ત્યારે તે ખૂબ તકલીફમાં હોય તેવું લાગતું હતું.

શુભમન ગિલની સમસ્યા કેટલી ગંભીર છે?

શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો ત્યારે તે 3 બોલમાં 4 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. ગિલની આ નવી સમસ્યાની ગંભીરતા તેની તપાસ પછી જ જાણી શકાશે. આશા છે કે સમસ્યા બહુ ગંભીર નહીં હોય અને તે મેચમાં પાછળથી બેટિંગમાં પાછો ફરી શકે, જેની ભારતીય ટીમને જરૂર છે.

કોલકાતા ટેસ્ટમાં જ્યારે ભારતનો સ્કોર 79 રન હતો ત્યારે  શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ગયો હતો. અગાઉ, ભારતે પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કર્યું હતું.