Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shubman Gill equals 47-year-old record

IND vs WI / શુભમન ગિલે અડધી સદી ફટકારી કર્યું મોટું કારનામું, 47 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI / શુભમન ગિલે અડધી સદી ફટકારી કર્યું મોટું કારનામું, 47 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી
સોર્સ : GSTV

શુભમન ગિલે શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે અડધી સદી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સદી ફટકારતા જ ગિલે સુનીલ ગાવસ્કરના 47 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

App Store

શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ચોગ્ગાની મદદથી 100 બોલમાં 50 રન બનાવ્યા. તેણે કેએલ રાહુલ સાથે ત્રીજી વિકેટ માટે 98 રન ઉમેર્યા હતા. ગિલને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે આઉટ કર્યો. ગિલે ચેઝની બોલિંગ પર રિવર્સ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો અને પ્રથમ સ્લિપમાં ગ્રીવ્સ દ્વારા કેચ આઉટ થયો.

ગિલની સિદ્ધિ

શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામે કેપ્ટન તરીકેની પોતાની પ્રથમ હોમ ટેસ્ટમાં અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે ગાવસ્કરના રેકોર્ડની બરાબરી કરી છે. ગાવસ્કરે 1978માં વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે જ કેપ્ટન તરીકેની પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી. જોકે તે બાદ તે મેચમાં તેમણે 205 રન બનાવ્યા હતા.

ગિલ ખાસ ક્લબમાં જોડાયો

આ ઈનિંગમાં શુભમન ગિલ વિજય હજારે, સુનિલ ગાવસ્કર અને સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં જોડાયો છે. 26 વર્ષીય ખેલાડી પોતાની પહેલી હોમ એન્ડ અવે ટેસ્ટમાં અડધી સદી ફટકારનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે.

ગિલે 20 જૂન, 2025ના રોજ લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે કેપ્ટન તરીકે ડેબ્યુ કર્યું હતું, જેમાં તેણે પહેલી ઈનિંગમાં 147 રન બનાવ્યા હતા. હવે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની પહેલી હોમ ટેસ્ટમાં કેપ્ટન તરીકે 50 રન બનાવ્યા છે.

વિજય હજારે પ્રથમ ખેલાડી હતા

વિજય હજારે પોતાની પહેલી હોમ એન્ડ અવે ટેસ્ટમાં 50 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન હતા. તેમણે ડિસેમ્બર 1951માં દિલ્હીમાં ઈંગ્લેન્ડ સામે અણનમ 164 રન બનાવ્યા હતા. જૂન 1952માં લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે પણ તેમણે 89 રન બનાવ્યા હતા.

આ દરમિયાન, ગાવસ્કરે કેપ્ટન તરીકેની પોતાની પહેલી વિદેશી ટેસ્ટમાં 116 રન બનાવ્યા હતા. તેમણે 1976માં ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ તેમણે ડિસેમ્બર 1978માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 205 રન બનાવ્યા હતા.

સૌરવ ગાંગુલીએ નવેમ્બર 2000માં ઢાકામાં બાંગ્લાદેશ સામે કેપ્ટન તરીકેની પોતાની પહેલી વિદેશી ટેસ્ટ રમી હતી, જેમાં 84 રન બનાવ્યા હતા. તેમણે નવેમ્બર 2000માં દિલ્હીમાં ઝિમ્બાબ્વે સામે અણનમ 65 રન બનાવ્યા હતા.