Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : womens-world-cup-points-table-latest-update-2-october-standings-after-pak-w-vs-ban-w

Women cricket wc: ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશથી પાછળ, હાલની પોઈન્ટ ટેબલની સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Women cricket wc: ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશથી પાછળ, હાલની પોઈન્ટ ટેબલની સ્થિતિ
સોર્સ : GSTV

ક્રિકેટ જગતમાં 30 સપ્ટેમ્બરથી મહિલા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારતે પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું, ત્યારબાદ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ગુરુવારે ત્રીજી મેચ રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવી મોટો ઉલટફેર કર્યો હતો. આજે ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ છે. 

પોઈન્ટ ટેબલમાં આ ટીમ ટોપ પર

App Store

વર્લ્ડ કપમાં કુલ 8 ટીમો રમી રહી છે. 6 ટીમો (ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ) પોતાની પહેલી મેચ રમી ચૂકી છે. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા આજે ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચ રમશે. હાલ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા હાલમાં પોઈન્ટ ટેબલમાં અનુક્રમે 7મા અને 8મા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા ટોચ પર છે.

ભારત બાંગ્લાદેશ કરતા પાછળ

ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને ટીમ ઈન્ડિયાના 2-2 પોઈન્ટ છે. પરંતુ ઓસ્ટ્રેલિયા નેટ રન રેટની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે છે, જેનો નેટ રન રેટ +1.780 છે. બાંગ્લાદેશનો નેટ રન રેટ (+1.623) ભારત (+1.255) કરતા સારો છે. કારણ કે બાંગ્લાદેશે પાકિસ્તાનને સારી રીતે હરાવ્યું હતું. બાંગ્લાદેશે પહેલા પાકિસ્તાનને 129 રનમાં ઓલઆઉટ કર્યું પછી 32મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને 7 વિકેટથી વિજય મેળવ્યો હતો. પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશ બીજા અને ભારત ત્રીજા ક્રમે છે.

ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ સૌથી ખરાબ

પોતાની પહેલી મેચ રમનાર તમામ છ ટીમોમાંથી ન્યુઝીલેન્ડ (-1.780)નો નેટ રન રેટ સૌથી ખરાબ છે. તેને ટુર્નામેન્ટની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હાર મળી હતી. ન્યુઝીલેન્ડ છઠ્ઠા ક્રમે છે. પાકિસ્તાનનો નેટ રન રેટ (-1.623) શ્રીલંકા (-1.255) કરતા ખરાબ છે, જેના કારણે તેઓ પાંચમા સ્થાને છે. ભારત અને પાકિસ્તાનનો આગામી મુકાબલો 5 ઓક્ટોબરે રમાશે.