IND vs WI: ધ્રૂવની શાનદાર અડધી સદીથી ભારતનો સ્કોર 300ને પાર, ભારતની પકડ મજબૂત

ભારત સાથે વેસ્ટ ઈન્ડિઝ તેની પહેલી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમી રહ્યું છે. જેનો આજે બીજો દિવસ છે. પહેલી ટેસ્ટમાં આજે બપોર સુધીમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. 92 ઓવર પૂર્ણ થઈ ગયા બાદ ભારતનો સ્કોર 317/4 પર પહોંચ્યો હતો. ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર છે. ભારત પાસે 150થી વધુ રનની લીડ થઈ ગઈ છે.
અમદાવાદમાં ધ્રુવ ચમક્યો, જુરેલે ફિફ્ટી ફટકારી
84.4 ઓવર પર ધ્રુવ જુરેલે આજે ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. જુરેલે 94 બોલમાં આ ફિફ્ટી પૂરી કરી હતી. ધ્રુવ જુરેલ 67 અને રવિન્દ્ર જાડેજા 42 રન પર અણનમ છે.
બાપુએ એમએસ ધોનીની બરાબરી કરી
રવીન્દ્ર જાડેજાએ આજની મેચની 90મી ઓવરમાં જોમેલ વોરિકનને લાંબા અંતરે જોરદાર છગ્ગો ફટકાર્યો હતો. તે તેની ટેસ્ટ કારકિર્દીનો 78મો છગ્ગો છે - જે એમએસ ધોનીની બરાબરીનો છે. હવે તેની આગળ ફક્ત રોહિત શર્મા (88), વીરેન્દ્ર સેહવાગ (90) અને ઋષભ પંત (90*) બાકી છે.

