Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mirabai Chanu wins silver medal at World Championships lifts a total of 199 kg

મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં જીત્યો સિલ્વર મેડલ, ભારતીય વેઈટલિફ્ટરે કુલ 199 કિલો વજન ઉપાડ્યું

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં જીત્યો સિલ્વર મેડલ, ભારતીય વેઈટલિફ્ટરે કુલ 199 કિલો વજન ઉપાડ્યું
સોર્સ : GSTV

ભારતની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર, મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 48 કિલો વજન કેટેગરીમાં ભાગ લીધો અને ત્રણ વર્ષ પછી આ મોટી ટુર્નામેન્ટમાં મેડલ જીત્યો. આનાથી તેની કુલ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ સંખ્યા ત્રણ થઈ ગઈ છે.

App Store

મીરાબાઈ ચાનુએ કુલ 199 કિલો વજન ઉપાડ્યું

મીરાબાઈ ચાનુ પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ નહતી જીતી શકી, તે ત્યાં ચોથા સ્થાને રહી હતી. આ પછી, તેના પર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ હતું. જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરીને બીજું સ્થાન મેળવ્યું. મીરાબાઈએ સ્નેચ કેટેગરીમાં કુલ 84 કિલો અને ક્લીન એન્ડ જર્ક કેટેગરીમાં 115 કિલો વજન ઉપાડ્યું હતું. આ રીતે તેણે કુલ 199 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો.

મીરાબાઈએ મજબૂત શરૂઆત કરી

મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મજબૂત શરૂઆત કરી, સ્નેચ કેટેગરીમાં તેના પહેલા પ્રયાસમાં 84 કિલો વજન ઉપાડ્યું. ગોલ્ડ મેડલ કોરિયાની રી સોંગ-ગમને મળ્યો, જેણે કુલ 213 કિલો (91 કિલો + 122 કિલો) વજન ઉપાડ્યું હતું. તેણે ક્લીન એન્ડ જર્કમાં 122 કિલોનો નવો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે. થાઈલેન્ડની થાન્યાથોન સુકચારોએને 198 કિલો (88 કિલો + 110 કિલો) વજન ઉપાડીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

મીરાબાઈ ચાનુના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ ત્રણ મેડલ

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુનો ​​આ ત્રીજો મેડલ છે. તેણે અગાઉ 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને 2022માં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો.