Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian Footballer Lionel Messi Confirms India Visit in December

ફૂટબોલર મેસ્સીનો ભારત પ્રવાસ કન્ફર્મ: ડિસેમ્બરમાં આવશે;અમદાવાદની પણ મુલાકાત લેશે

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ફૂટબોલર મેસ્સીનો ભારત પ્રવાસ કન્ફર્મ: ડિસેમ્બરમાં આવશે;અમદાવાદની પણ મુલાકાત લેશે
સોર્સ : GSTV

આર્જેન્ટીનાના ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી 'GOAT Tour India 2025'માં પોતાની ભાગીદારીની પૃષ્ટી કરતા કહ્યું કે, ભારત જેવા ફૂટબોલ જુનૂની દેશમાં ફરી આવવું સમ્માનની વાત છે. મેસ્સી છેલ્લી વખત 14 વર્ષ પહેલા 2011માં ભારત આવ્યો હતો.

App Store

ફૂટબોલર મેસ્સીએ ભારતના પ્રવાસને લઇને શું કહ્યું?

લિયોનેલ મેસ્સીએ ભારતના પ્રવાસને લઇને કહ્યું, "આ યાત્રા કરવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ભારત એક ખૂબ જ ખાસ દેશ છે અને 14 વર્ષ પહેલા ત્યાં વિતાવેલા સમયની યાદો મારી પાસે છે.મેસ્સીએ કહ્યું,ભારત ફૂટબોલ પ્રત્યે ઉત્સાહી દેશ છે. હું ચાહકોની નવી પેઢીને મળવા અને આ સુંદર રમત પ્રત્યેના મારા પ્રેમને શેર કરવા માટે આતુર છું." 

આયોજકોએ 15 ઓગસ્ટના રોજ પ્રવાસ કાર્યક્રમનું અનાવરણ કરી દીધું હતું અને ગુરુવારે મેસ્સીના નિવેદનથી તેની પુષ્ટિ થઈ છે.

13 ડિસેમ્બરે ભારત આવશે મેસ્સી

લિયોનેલ મેસ્સી 13 ડિસેમ્બરે કોલકાતાથી પોતાના ભારત પ્રવાસનો પ્રારંભ કરશે. મેસ્સી તે બાદ અમદાવાદ, મુંબઇ અને નવી દિલ્હીની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન 15 ડિસેમ્બરે મેસ્સી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર ભારતના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં કોન્સર્ટ, મીટ-એન્ડ-ગ્રીટ સત્રો, ફૂડ ફેસ્ટિવલ, ફૂટબોલ માસ્ટરક્લાસ અને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પેડલ પ્રદર્શનનો સમાવેશ થાય છે. મેસ્સીનો કોલકાતા કોન્સર્ટ સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે યોજાશે.તે 13 ડિસેમ્બરે "GOAT કોન્સર્ટ" અને "GOAT કપ"નો ભાગ બનશે.

મેસ્સી "GOAT કપ"માં સૌરવ ગાંગુલી, બાઇચુંગ ભૂટિયા અને લિએન્ડર પેસ જેવા ભારતીય રમતગમતના દિગ્ગજો સાથે મેદાન શેર કરે તેવી અપેક્ષા છે. આયોજકો દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન 25 ફૂટ ઊંચા ભીંતચિત્રનું અનાવરણ કરવાની સાથે મેસ્સીની અત્યાર સુધીની સૌથી મોટી પ્રતિમાના ઉદ્ઘાટનની પણ યોજના બનાવી રહ્યા છે. આ કાર્યક્રમોની ટિકિટ ₹3,500 થી શરૂ થવાની ધારણા છે.

મેસ્સી મુંબઈમાં 'પેડલ ગોટ કપ'માં પણ ભાગ લેશે અને આ દરમિયાન શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની જેવા ક્રિકેટર તેમજ અન્ય બોલિવૂડ સ્ટાર્સ સહિત અનેક સેલિબ્રિટીઝને મળશે.