Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shreyas Iyer smashed half century in his comeback match

VHT / વાપસી હોય તો શ્રેયસ અય્યર જેવી! બે મહિના બાદ મેદાનમાં ઉતરતા જ ફટકારી શાનદાર ફિફ્ટી

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
VHT / વાપસી હોય તો શ્રેયસ અય્યર જેવી! બે મહિના બાદ મેદાનમાં ઉતરતા જ ફટકારી શાનદાર ફિફ્ટી
સોર્સ : GSTV

શ્રેયસ અય્યરે ક્રિકેટના મેદાનમાં શાનદાર વાપસી કરી છે. રાઈટી બેટ્સમેને વિજય હજારે ટ્રોફીના છઠ્ઠા રાઉન્ડમાં હિમાચલ પ્રદેશ સામે 82 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર થયેલી ઈજાના બે મહિના પછી પહેલીવાર પ્રોફેશનલ ક્રિકેટ રમતા અય્યરે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. અય્યર સદી ફટકારી શક્યો હોત, પરંતુ તે કુશલ પાલના બોલ પર અમનપ્રીતના હાથે કેચ આઉટ થયો. તેણે દોડ્યા વિના જ 58 રન બનાવ્યા, જે દર્શાવે છે કે તેનું ફોર્મ કેટલું સારું છે.

App Store

શ્રેયસ અય્યરની 82 રનની ઈનિંગની સૌથી નોંધપાત્ર વાત એ હતી કે તેણે આ રન નિર્ણાયક સમયે બનાવ્યા હતા. હિમાચલ પ્રદેશ સામેની મેચમાં મુંબઈએ પહેલી બે વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. જયસ્વાલ 18 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો અને સરફરાઝ ખાને 10 બોલમાં 21 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રેયસ અય્યરે મુશીર ખાન સાથે શાનદાર પાર્ટનર કરી હતી. અય્યરે ધીમી શરૂઆત હતી અને પહેલા 18 બોલમાં ફક્ત 8 રન જ બનાવ્યા હતા, પરંતુ એકવાર તે સેટ થઈ ગયો પછી તેણે ચારે બાજુ શોટ માર્યા. તેણે મયંક ડાગર, કુશલ પાલ અને અભિષેક કુમારનો સામનો કર્યો. 20 ડોટ બોલ રમ્યા છતાં, અય્યરે દરેક ચોથા બોલ પર બાઉન્ડ્રી ફટકારી, જે નોંધપાત્ર છે.

શ્રેયસ અય્યર ટેસ્ટ પાસ કરી

શ્રેયસ અય્યર માટે આ મુકાબલો માત્ર એક મેચ જ નહીં, પરંતુ કસોટી હતી. ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે શ્રેયસ અય્યરની પસંદગી થઈ હોવા છતાં, સિરીઝમાં તેની ભાગીદારી તેની મેચ ફિટનેસ પર નિર્ભર રહેશે. આ જ કારણ છે કે BCCIએ તેને આ વિજય હજારે ટ્રોફી મેચ રમીને તેની ફિટનેસ સાબિત કરવા કહ્યું અને હવે તેણે પોતાની ફિટનેસ તેમજ ફોર્મ સાબિત કરી દીધું છે. શ્રેયસ અય્યર વિજય હજારે ટ્રોફીમાં મોટો સ્કોરર રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં તેની એવરેજ 60થી વધુ છે અને તેણે 1900થી વધુ રન બનાવ્યા છે. વિજય હજારે ટ્રોફીમાં તેણે 7 સદી અને 8 અડધી સદી ફટકારી છે.