Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 21 Year Old Player Hits Double Century in Vijay Hazare Trophy,

21 વર્ષીય ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં ફટકારી બેવડી સદી, ફક્ત બાઉન્ડ્રીથી જ બનાવ્યા 126 રન

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
21 વર્ષીય ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં ફટકારી બેવડી સદી, ફક્ત બાઉન્ડ્રીથી જ બનાવ્યા 126 રન
સોર્સ : GSTV

6 ડિસેમ્બરના રોજ વિજય હજારે ટ્રોફીના છઠ્ઠા ચરણમાં બંગાળનો સામનો હૈદરાબાદ સામે થયો. અ મેચમાં હૈદરાબાદ પહેલા બેટિંગ કરવા ઉતર્યું હતું. હૈદરાબાદના 21 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન અમન રાવ પેરાલાએ શાનદાર બેટિંગ કરી અને બેવડી સદી ફટકારી હતી. તેણે 154 બોલમાં બેવડી સદી પૂરી કરી. તેની ઈનિંગની મદદથી હૈદરાબાદને 352 બનાવવામાં સફળ રહ્યું હતું.

App Store

અમન રાવ પેરાલાએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો

આ મેચમાં હૈદરાબાદ માટે અમન રાવ પેરાલાએ ઈનિંગની શરૂઆત કરી હતી. તેની સાથે રાહુલ સિંહ પણ હતો. બંનેએબંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 104 રન ઉમેર્યા હતા. અમન રાવ શરૂઆતથી જ એટેક મોડમાં હતો. તેણે બંગાળના મજબૂત બોલિંગ એટેક સામે બેટિંગ કરી અને બેવડી સદી ફટકારી. તેતેણે આ ઈનિંગ દરમિયાન 12 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 129.87નો હતો. તેણે ફક્ત બાઉન્ડ્રીથી જ 126 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે અમન રાવ

આ મેચમાં હૈદરાબાદ તરફથી અમન રાવ ઉપરાંત રાહુલ સિંહે 54 બોલમાં 65 રન બનાવ્યા હતા. તિલક વર્માએ પણ 45 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટકીપર-બેટ્સમેન પ્રાગણાય રેડ્ડીએ 22 રનનું યોગદાન આપ્યું હતું. અમનની ઈનિંગની ખાસ વાતએ હતી કે તેણે પોતાની સદી અને બેવડી સદી છગ્ગા સાથે પૂર્ણ કરી હતી. અમન રાવને IPL 2026ના મિની ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. હવે રાજસ્થાનને આગામી IPL સિઝન પહેલા વધુ એક સુપરસ્ટાર મળ્યો છે. તેને આ સિઝનમાં રમવાની તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે.

બંગાળના બોલર્સ મોંઘા સાબિત થયા

આ મેચમાં બંગાળના બોલર્સ ખૂબ મોંઘા સાબિત થયા. મોહમ્મદ શમી, આકાશ દીપ અને મુકેશ કુમાર જેવા બોલર્સે આ મેચમાં ઘણા રન લીક કર્યા. મોહમ્મદ શમીએ બંગાળ માટે ત્રણ વિકેટ લીધી, પરંતુ તેણે 10 ઓવરમાં 70 રન આપ્યા. આકાશ દીપે 8 ઓવરમાં 78 રન આપ્યા, જ્યારે મુકેશ કુમારે 7 ઓવરમાં 55 રન આપ્યા. આ મેચમાં શાહબાઝ અહેમદ અને રોહિત દાસે પણ 1-1 વિકેટ લીધી હતી.