મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / સરફરાઝ ખાને ફટકારી સદી, મુશ્કેલ સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમી શાનદાર ઈનિંગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત થઈ ગઈ છે, બેંગલુરુના એમ. ચિન્

IND vs NZ / સરફરાઝ ખાને ફટકારી સદી, મુશ્કેલ સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમી શાનદાર ઈનિંગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત થઈ ગઈ છે, બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના સિરીઝની પ્રથમ મેચના રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે સરફરાઝ ખાને તેની ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ સદી ફટકારી છે. આ સદી દ્વારા તેણે ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું. સરફરાઝે 110 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. ટીમ ઈન્ડિયાએ 57 ઓવરમાં બોર્ડ પર 275/3 રન બનાવ્યા છે. સરફરાઝ સાથે ક્રિઝ પર રહેલા પંતે 2 ચોગ્ગાની મદદથી 11 રન બનાવ્યા છે.

સરફરાઝ ખાને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી

બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ પોતાની બીજી વિકેટ રોહિત શર્માના રૂપમાં ગુમાવી હતી, ત્યારબાદ સરફરાઝ ખાન ચોથા નંબર પર ક્રીઝ પર આવ્યો હતો. સરફરાઝે વિરાટ કોહલી સાથે 163 બોલમાં 136 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટ કોહલીના આઉટ થયા બાદ તેણે રિષભ પંત સાથે પોતાની ઈનિંગ ચાલુ રાખી હતી.

આ સમાચાર શેર કરો