SA vs NZ / પહેલી સેમીફાઈનલમાં ટકરાશે સાઉથ આફ્રિકા-ન્યુઝીલેન્ડ, જાણો પિચ રિપોર્ટ અને લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
ક્રિકેટના મહાકુંભનો સૌથી રોમાંચક તબક્કો આવી ગયો છે. ICC T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમીફાઈનલમાં સ

ક્રિકેટના મહાકુંભનો સૌથી રોમાંચક તબક્કો આવી ગયો છે. ICC T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે. રસપ્રદ વાત એ છે કે, આ સ્તરે આ બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાશે. આ બંને ટીમો આજ સુધી T20 વર્લ્ડ કપ ટ્રોફી નથી જીતી, જેના કારણે આ મેચ હાઈ-વોલ્ટેજ બની ગઈ છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. તો ચાલો તમને આ મેચ માટે ઈડન ગાર્ડન્સના પિચ રિપોર્ટ અને લાઈવ સ્ટ્રીમિંગની વિગતો જણાવી દઈએ.
સેમીફાઈનલ મેચની તારીખ અને સમય
- તારીખ: 4 માર્ચ, 2026
- સમય: સાંજે 7:00 વાગ્યે (ભારતીય સમય મુજબ)
- ટોસ: સાંજે 6:30 વાગ્યે
ઈડન ગાર્ડન્સનો પિચ રિપોર્ટ
સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ઈડન ગાર્ડન્સની પિચ સામાન્ય રીતે બેટ્સમેન માટે અનુકૂળ હોય છે, જેમાં બોલ બેટ પર સારી રીતે આવે છે અને શરૂઆતમાં સારો ઉછાળ મળે છે.
જેમ જેમ મેચ આગળ વધે છે, તેમ તેમ પિચ ધીમી પડી શકે છે, જે સ્પિનર્સને મદદ કરી શકે છે. સાંજની મેચ હોવાથી, ઝાકળ એક મુખ્ય પરિબળ હશે, જે દિવસના અંતમાં બેટિંગને સરળ બનાવશે.
આ જ મેદાન પર ભારતે સુપર-8ની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 196 રનનો મોટો ટાર્ગેટ ચેઝ કરીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. તે જોતા એવું લાગે છે કે આ મેદાન પર મોટો ટાર્ગેટ ચેઝ થઈ શકે છે. તેથી પહેલી સેમીફાઈનલમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
લાઈવ સ્ટ્રીમિંગ
ફેન્સ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHostar એપ અને તેની વેબસાઈટ પર જોઈ શકે છે. જ્યારે આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર પણ કરવામાં આવશે.







