VIDEO: IPLમાં મોટી કાર્યવાહી! RRના મેનેજર રોમી ભીંડરને મોબાઈલનો ઉપયોગ કરવો ભારે પડ્યો, BCCIએ ફટકાર્યો દંડ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 દરમિયાન એક મોટો વિવાદ ઉભો થયો છે, જેમાં BCCIએ નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરી છે. રાજસ્થાન રોયલ્સ (RR) ના મેનેજર રોમી ભીંડરને PMOA (પ્લેયર્સ અને મેચ ઓફિસિયલ્સ એરિયા) માં ફોન લઈ જવા અને ડગઆઉટમાં તેનો ઉપયોગ કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચ દરમિયાન ભીંડર ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડાયો હતો, જે IPLના કડક નિયમોનું ઉલ્લંઘન છે.
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU) એ આ મામલે ભીંડર પાસેથી સ્પષ્ટતા માંગી છે. ભીંડરે પોતાનો પક્ષ રજૂ કર્યો, પરંતુ ACU તેમના પ્રતિભાવથી સંપૂર્ણપણે સંતુષ્ટ નહતું.
આ પછી, BCCI એ શિસ્તભંગના પગલા લીધા અને તેના પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા કડક ચેતવણી આપી.
IPL કોઈપણ સંભવિત ગેરવર્તણૂક અથવા ભ્રષ્ટાચારને રોકવા માટે PMOA જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં મોબાઈલ ફોન લઈ જવા અને ઉપયોગ કરવા પર સખત પ્રતિબંધ છે. BCCIએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે IPL જેવી મોટી ટુર્નામેન્ટમાં નિયમોનું પાલન કરવું જરૂરી છે અને કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે.
રોમી ભિંડરે શું સ્પષ્ટતા આપી?
અહેવાલો અનુસાર, રોમી ભિંડર તાજેતરમાં ફેફસાની ગંભીર સમસ્યાથી રિકવર થઇ રહ્યો છે. ડોક્ટર્સે તેને વધુ પડતી મુવમેન્ટ ટાળવાની સલાહ આપી હતી, જેના કારણે ડ્રેસિંગ રૂમમાં વારંવાર જવું મુશ્કેલ બન્યું હતું. પરિણામે, તે નજીકમાં ડગઆઉટને તેના ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો.
એવી માહિતી પણ બહાર આવી છે કે તે તેના મોબાઇલ ફોનનો ઉપયોગ વ્યક્તિગત વાતચીત માટે નહતો કરતો, પરંતુ ટીમ મેનેજમેન્ટ અને ક્રિકેટ કામગીરી સંબંધિત મહત્ત્વપૂર્ણ વાતચીત માટે કરતો હતો. BCCI અને ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ઘણી વખત વોટ્સએપ જેવા પ્લેટફોર્મ દ્વારા થાય છે, જેના કારણે તેના માટે મોબાઈલ ફોન હોવો જરૂરી બને છે.

