Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Royal Challengers Bengaluru reaches in final of WPL 2026

WPL 2026 / સ્મૃતિ મંધાના અને ગ્રેસ હેરિસની તોફાની પારીના દમ પર જીત્યું RCB, ફાઈનલમાં મારી એન્ટ્રી

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2026
લાઇવ ટીવીGoogle News
WPL 2026 / સ્મૃતિ મંધાના અને ગ્રેસ હેરિસની તોફાની પારીના દમ પર જીત્યું RCB, ફાઈનલમાં મારી એન્ટ્રી
સોર્સ : GSTV

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં ગુરુવારે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ UP વોરિયર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે RCBએ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે ટીમની નજર બીજું ટાઈટલ જીતવા પર હશે.

App Store

UPએ 143 રન બનાવ્યા

નાદીન ડી ક્લર્કની 4 વિકેટના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ મેચમાં વાપસી કરી અને 8 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 74 રન બનાવી લેનાર UP વોરિયર્સની ટીમને 8 વિકેટે 143 રન પર રોકી દીધી. જોકે, ઓપનર કિરણ નવગિરેને ડ્રોપ કરીને મેગ લેનિંગ સાથે ટોપ ઓર્ડરમાં દીપ્તિ શર્માને મોકલવાનો નિર્ણય આ કરો યા મરો મેચમાં UP માટે ફાયદાકારક સાબિત થયો હતો.

ઓલરાઉન્ડર દીપ્તિએ 43 બોલમાં 55 રનની શાનદાર ઈનિંગ રમી હતી. દીપ્તિ અને લેનિંગ (41) એ 49 બોલમાં 74 રનની પાર્ટનરશિપ કરી, જે આ સિઝનમાં તેમની શ્રેષ્ઠ પાર્ટનરશિપ હતી. જોકે, RCBની ક્લર્ક (4/22) અને ગ્રેસ હેરિસ (2/22) ના મિડલ ઓવર્સમાં શાનદાર પ્રદર્શને UPની ઈનિંગને ધીમી કરી દીધી. 8 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 74 રનના મજબૂત સ્કોરથી યુપી 13.2 ઓવરમાં 103/4 પર આવી ગયું હતું. આના કારણે દીપ્તિ એક છેડે ટકી રહી છતાં રનરેટ ઓછી થઈ ગઈ હતી.

14મી ઓવરમાં મેચ જીતી

RCBએ 144 રનનો ટાર્ગેટ 13.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ગ્રેસ હેરિસ અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 108 રનની પાર્ટનરશિપ કરી. શિખા પાંડેએ હેરિસને બોલ્ડ કરીને આ સદીની પાર્ટનરશિપ તોડી. હેરિસે 37 બોલમાં 75 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી.

ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલી જ્યોર્જિયા વોલે 15 બોલમાં 16 રન બનાવ્યા હતા. કેપ્ટન મંધાના 27 બોલમાં 54 રન બનાવી અણનમ રહી હતી. RCBની કેપ્ટને 4 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. રિચા ઘોષ એક પણ રન બનાવ્યા વિના અણનમ રહી હતી. વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની ફાઈનલ 5 ફેબ્રુઆરીએ રમાશે.