T20 World Cup 2024 / રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો
રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. અજીત અગરકરની આગેવાની હેઠ

રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા બીજી વખત T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
રોહિતની કેપ્ટનશિપમાં ભારતનું મિશન બીજી વખત આ મેગા ઈવેન્ટ જીતવાનું રહેશે. BCCIએ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે, જેમાં રિંકુ સિંહને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે, જ્યારે કેએલ રાહુલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનને તક મળી છે.
રોહિત શર્માના નામે એક અનોખો રેકોર્ડ
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન રોહિત શર્માના નામે એક અનોખો રેકોર્ડ જોડાયો હતો. રોહિત શર્મા 9મી વખત T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો છે.
રોહિત શર્મા વર્ષ 2007, 2009, 2010, 2012, 2014 અને 2016માં ભારતીય ટીમનો ભાગ હતો, 2021માં તે ટીમનો વાઈસ કેપ્ટન હતો અને 2022માં તે ભારતનો કેપ્ટન હતો. રોહિત શર્મા એકમાત્ર ભારતીય ખેલાડી છે, જેણે આ રેકોર્ડ બનાવ્યો છે. શાકિબ અલ હસન અને રોહિત શર્મા જ એવા બે ખેલાડી છે જેમણે અત્યાર સુધી T20 વર્લ્ડ કપની દરેક એડિશનમાં ભાગ લીધો છે.
સૌથી વધુ T20 વર્લ્ડ કપ રમનાર ભારતીય ખેલાડીઓ
રોહિત શર્મા - 9 વખત (2007,2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022, 2024)
એમએસ ધોની - 6 વખત (2007, 2009, 2010, 2012, 2014, 2016)
યુવરાજ સિંહ - 6 વખત (2007, 2009, 2010, 2012, 2014, 2016)
વિરાટ કોહલી - 6 વખત (2012, 2014, 2016, 2021, 2022, 2024)
રવિન્દ્ર જાડેજા - 6 વખત (2009, 2010, 2014, 2016, 2021, 2024)
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન) યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર) સંજુ સેમશન (વિકેટકીપર) હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન) શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદિપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદિપ સિંહ.
રિઝર્વ્ડ ખેલાડી - શુભમન ગીલ, રિન્કુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન








