Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rohit and Virat will be seen playing ODI at home after 10 months

10 મહિના બાદ ઘર પર ODI રમતા જોવા મળશે રોહિત-વિરાટ, જાણો છેલ્લી હોમ સિરીઝમાં કેવું હતું તેમનું પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
10 મહિના બાદ ઘર પર ODI રમતા જોવા મળશે રોહિત-વિરાટ, જાણો છેલ્લી હોમ સિરીઝમાં કેવું હતું તેમનું પ્રદર્શન
સોર્સ : GSTV

BCCI એ 23 નવેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 3 મેચની ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીની પણ ODI સિરીઝ માટે પસંદગી કરવામાં આવી છે. બંને ખેલાડીઓ લાંબા સમય પછી ભારતીય ધરતી પર ODI સિરીઝ રમતા જોવા મળશે. તેઓ લગભગ 10 મહિના પછી હોમ સિરીઝ રમશે.

App Store

રોહિત અને વિરાટનું છેલ્લી હોમ ODI સિરીઝમાં પ્રદર્શન

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ છેલ્લે ફેબ્રુઆરી 2025માં ઈંગ્લેન્ડ સામે ભારતીય ધરતી પર ODI સિરીઝ રમી હતી. રોહિત શર્માએ આ સિરીઝમાં 3 મેચની 3 ઈનિંગ્સમાં 122 રન બનાવ્યા હતા, જેમાં તેણે એક સદી પણ ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે 2 મેચની 2 ઈનિંગ્સમાં 57 રન બનાવ્યા હતા. તેણે એક અડધી સદી ફટકારી હતી. આમ જોઈએ તો ઈંગ્લેન્ડ સામેની આ હોમ સિરીઝમાં બંને ખેલાડીઓના પ્રદર્શન ખાસ નહતા રહ્યા. હવે સાઉથ આફ્રિકા સામે બંને કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.

30 નવેમ્બરથી શરૂ થઈ રહી છે ODI સિરીઝ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI સિરીઝની પહેલી મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે, જ્યારે બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે અને ત્રીજી અને છેલ્લી મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે.

છેલ્લી ODI સિરીઝમાં તેમનું પ્રદર્શન કેવું રહ્યું?

રોહિત અને વિરાટે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેમની છેલ્લી ODI સિરીઝ રમી હતી. જેમાં રોહિત શર્માએ 3 મેચમાં 101ની એવરેજથી 202 રન બનાવ્યા હતા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. જ્યારે વિરાટ કોહલીએ 3 મેચમાં 37ની એવરેજથી 74 રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકા સામે ભારતની ODI સ્કવોડ

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.