Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India wins title of first ever Blind Women T20 World Cup

Blind Women T20 World Cup / ભારતીય ટીમે જીત્યો ખિતાબ, ફાઈનલમાં પાડોશી દેશને આપી માત

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Blind Women T20 World Cup / ભારતીય ટીમે જીત્યો ખિતાબ, ફાઈનલમાં પાડોશી દેશને આપી માત
સોર્સ : GSTV

બ્લાઈન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચ ભારતે 7 વિકેટથી જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ મેચમાં ભારતીય ટીમે નેપાળને માત આપી છે. પ્રથમ બેટિંગ કરતા, નેપાળ ફક્ત 114 રન જ બનાવી શક્યું હતું. આ પછી ભારતે 12 ઓવરમાં સરળતાથી ટાર્ગેટ ચેઝ કરી લીધો. તમને જણાવી દઈએ કે આ પ્રથમ બ્લાઈન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપ હતો અને ભારતે તેની ડેબ્યુ એડિશનમાં ટ્રોફી પર કબજો કર્યો છે.

App Store

ભારત માટે ફુલા સરેને રમી શાનદાર ઈનિંગ

ભારતીય વિમેન્સ ટીમ માટે દીપિકા (6 રન) અને અનેખા દેવી (2 રન) એ ઈનિંગની શરૂઆત કરી હતી. જોકે, બંને ખેલાડી મોટો સ્કોર કરવામાં સફળ નહતી રહી. આ પછી, ફુલા સરેન અને કરુણા કે. એ દમદાર બેટિંગ કરી. ફુલા સરેન અણનમ 44 રન સાથે ભારત માટે આ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહી. જ્યારે કરુણાએ 27 બોલમાં કુલ 42 રન બનાવ્યા હતા. નેપાળની કોઈપણ બોલર ભારત પર દબાણ બનાવવામાં સફળ ન રહી.

ભારતે પ્રથમ બોલિંગ કરતા નેપાળને પાંચ વિકેટે 114 રનમાં પર સિમિત કર્યું. નેપાળની ખેલાડીઓ મેચમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. ભારતનો આ મેચમાં એટલો દબદબો હતો કે નેપાળની ટીમ તેની ઈનિંગમાં ફક્ત એક જ બાઉન્ડ્રી ફટકારી શકી. નેપાળે સેમીફાઈનલમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે ભારતે સેમીફાઈનલમાં મજબૂત ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું હતું.