Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA 2nd Test: Second day's play complete, India score 9/0

IND vs SA બીજી ટેસ્ટ: આજના દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 9/0

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA બીજી ટેસ્ટ: આજના દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 9/0
સોર્સ : GSTV

IND vs SAની બીજી ટેસ્ટમાં આજના દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. આજે આ ટેસ્ટનો બીજો દિવસ હતો. બીજા દિવસના અંતે ભારતનો સ્કોર 9/0 છે. યશસ્વી જયસ્વાલ 23 બોલમાં 7 રન બનાવી અને
કેએલ રાહુલ 14 બોલમાં 2 રન બનાવી ક્રિઝ પર ટકેલા છે.

App Store

ભારત હવે 480 રનથી પાછળ

આજના દિવસના અંતે ભારતનો પહેલો દાવ આવ્યો હતો. જેમાં ભારતીય ટીમ માટે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ઇનિંગ્સની શરૂઆત કરી. તેઓ 6.1 ઓવર સુધી ટકી રહ્યા અને બંનેએ મળીને 9 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા હવે આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 480 રનથી પાછળ છે.

આવો રહ્યો બીજો દિવસ

દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે પોતાની ઇનિંગમાં 242 રન ઉમેર્યા હતા. દરમિયાન ખાસ કરીને જાનસેન ભારતીય બોલરો માટે સૌથી પડકારજનક સાબિત થયો. તેણે 93 રન બનાવ્યા, જેમાં તેણે 102ના સ્ટ્રાઇક રેટથી છ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.

બીજી બાજુ, ભારતીય બોલરો બીજા દિવસે સંપૂર્ણપણે બિનઅસરકારક રહ્યા. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 100થી વધુ રન આપ્યા હતા. જો કે, કુલદીપ યાદવે જ સૌથી વધુ વિકેટ લઈ દક્ષિણ આફ્રિકાના ચાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજને પણ બે-બે વિકેટ મળી હતી.