Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA 2nd Test: Africa all out for 489 runs; Kuldeep Yadav takes 10th wicket, Jansen misses century

IND vs SA 2nd Test: આફ્રિકા 489 રન બનાવી ઓલઆઉટ; કુલદીપ યાદવે લીધી 10મી વિકેટ, યાન્સન સદી ચૂકી ગયો

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA 2nd Test: આફ્રિકા 489 રન બનાવી ઓલઆઉટ; કુલદીપ યાદવે લીધી 10મી વિકેટ, યાન્સન સદી ચૂકી ગયો
સોર્સ : GSTV

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સિરીઝની બીજી ટેસ્ટ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આજે ટેસ્ટનો બીજો દિવસ છે. દક્ષિણ આફ્રિકાએ પહેલા દિવસે 6 વિકેટે 247 રન બનાવ્યા હતા. જો કે, મહેમાન ટીમ આજે બીજા દિવસે ઓલઆઉટ થઈ ગઈ છે.

App Store

દક્ષિણ આફ્રિકાએ માર્કો જાનસેનના રૂપમાં 10મી વિકેટ ગુમાવી

151.1 ઓવર પર માર્કો જાનસેન કુલદીપ યાદવ દ્વારા બોલ્ડ થયો, તે તેની સદીથી માત્ર સાત રન દૂર હતો. તેણે 91 બોલમાં 93 રન બનાવ્યા હતા. ટીમ ઓલઆઉટ થતા, દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 489 રન પર સમાપ્ત થઈ ગયો છે.

ભારતનો પહેલો દાવ શરૂ

ભારત માટે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે પહેલી ઇનિંગ્સની શરૂઆત કરી દીધી છે. હવે, આ રમતના બાકીના બચેલા સમયમાં બંને ખેલાડીઓએ આજે વિકેટ બચાવવાનો પ્રયાસ કરવો પડશે.