Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sanju Samson hit the jackpot before the IPL 2026 auction, this team surprised everyone by making him its captain

IPL 2026ની હરાજી પહેલા સંજુ સેમસનને લાગ્યો જેકપોટ, આ ટીમે કેપ્ટન બનાવી સૌને ચોંકાવ્યા

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026ની હરાજી પહેલા સંજુ સેમસનને લાગ્યો જેકપોટ, આ ટીમે કેપ્ટન બનાવી સૌને ચોંકાવ્યા
સોર્સ : GSTV

સંજુ સેમસન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેરળ ટીમની કપ્તાની કરશે. આ ટુર્નામેન્ટની શરૂઆત 26 નવેમ્બરથી થશે. તાજેતરમાં IPL ટ્રેડ માટે સમાચારમાં રહેલો સેમસન હવે રાજસ્થાન રોયલ્સ છોડીને ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયો છે. હવે IPLની હરાજી પહેલા, તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેરળ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

App Store

સંજુના ભાઈને પણ કેરળ ટીમમાં જગ્યા મળી

સંજુના ભાઈ સૈલી સેમસનને પણ કેરળ ટીમમાં જગ્યા મળી છે. આ બંને ભાઈઓ અગાઉ કેરળ ક્રિકેટ લીગમાં સાથે રમ્યા હતા. સૈલી સેમસન કેરળ ક્રિકેટ લીગની સીઝન-2માં કોચી બ્લુ ટાઇગર્સની ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે.

સેમસન ભાઈઓ ઉપરાંત, અહેમદ ઈમરાનને પણ કેરળ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે વાઈસ-કેપ્ટન હશે. IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમનારા વિગ્નેશ પુથુર અને વિષ્ણુ વિનોદને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. KCLની છેલ્લી બે સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર અખિલ સ્કારિયા પણ ટીમનો ભાગ છે, પરંતુ સચિન બેબીને જગ્યા મળી નથી.

સંજુ તેની કેપ્ટનશીપ હેઠળ ટીમનું નસીબ બદલશે!

કેરળને ગ્રુપ Aમાં ચંદીગઢ, ઓડિશા, વિદર્ભ, રેલવે, આંધ્રપ્રદેશ અને મુંબઈ સાથે મૂકવામાં આવ્યું છે. સંજુ સેમસન અને તેની ટીમની પહેલી મેચ 26 નવેમ્બરે ઓડિશા સામે રમાશે, અને કેરળની બધી મેચ લખનૌમાં રમાશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ગત સીઝનમાં, કેરળ ગ્રુપ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યું હતુ. આ વખતે, સંજુ સેમસન તેની કેપ્ટનશીપ હેઠળ ટીમનું નસીબ બદલવાનો પ્રયાસ કરશે.

કેરળ ટીમના ખેલાડીઓ

કેરળ ટીમ: સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રોહન કુન્નુમ્મલ, મોહમ્મદ અઝહરુદ્દીન, અહેમદ ઇમરાન (વાઈસ કેપ્ટન), વિષ્ણુ વિનોદ (વિકેટકીપર), કૃષ્ણા દિવાન, અબ્દુલ બાજીથ, સેલી સેમસન, સલમાન નિઝાર, કૃષ્ણા પ્રસાદ, સિબિન પી ગિરીશ, અંકિત શર્મા, અખિલ સ્કારિયા, બીજુ નારાયણન, આસિફ કેએમ, એમડી નિધીશ, વિગ્નેશ પુથુર, શરાફુદ્દીન એનએમ.