Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Lakshya Sen won Australian open 2025 title

લક્ષ્ય સેને પોતાના નામે કર્યું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ, જાપાનના ખેલાડી સામે મેળવી એકતરફી જીત

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
લક્ષ્ય સેને પોતાના નામે કર્યું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ, જાપાનના ખેલાડી સામે મેળવી એકતરફી જીત
સોર્સ : GSTV

ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500માં મેન્સ સિંગલ્સની ફાઈનલમાં જાપાનના યુશી તનાકાને સીધા સેટમાં હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. સેન ઘણા સમયથી અનેક મોટી ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચતો હતો, પરંતુ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. 2025માં, તેણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેનું પહેલું BWF ટાઈટલ જીત્યું. આ સેનની કારકિર્દીનું ત્રીજું સુપર 500 ટાઈટલ છે.

App Store

લક્ષ્ય 38 મિનિટમાં મેચ જીતી ગયો

ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલમાં લક્ષ્ય સેને શરૂઆતથી જ જાપાનના ખેલાડી સામે પ્રભુત્વ મેળવ્યું હતું, જેમાં તેણે ટાઈટલ જીતવા માટે માત્ર 38 મિનિટનો સમય લીધો. લક્ષ્યે ટાઈટલ મેચનો પહેલો સેટ 21-15થી જીત્યો અને 1-0થી લીડ મેળવી. ત્યારબાદ બધાની નજર બીજા સેટ પર હતી, જ્યાં લક્ષ્યે જાપાનના યુશી તનાકાને વાપસી કરવાની કોઈ તક ન આપી અને બીજો સેટ પણ 21-11થી પોતાના નામે કરીને સીધા સેટમાં ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 ટાઈટલ જીતી લીધું. લક્ષ્યે ફાઈનલ જીત્યા બાદ અનોખી રીતે ઉજવણી કરી, જેમાં તેણે પોતાની આંખો અને કાન બંધ કરીને ઉજવણી કરી હતી.

લક્ષ્ય વર્ષની શરૂઆતમાં સંઘર્ષ કરી રહ્યો હતો

લક્ષ્ય સેન માટે વર્ષ 2025ની શરૂઆત ખરાબ રહી હતી, ગયા વર્ષે જ્યારે ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં નિષ્ફળ ગયો હતો, તે પછી તે પોતાનું ફોર્મ પાછું મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. 2025ના છેલ્લા મહિનાઓમાં લક્ષ્યનું પ્રદર્શન ઘણુંને પ્રભાવશાળી રહ્યું હતું, તે હોંગકોંગ સુપર 500 ટાઈટલ જીતવાની નજીક પહોંચ્યો હતો, પરંતુ તેને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, લક્ષ્યે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતવામાં કોઈ ભૂલ નથી કરી.