IND vs AUS 3rd Test Day 2 : રિષભ પંતે ગાબામાં બનાવ્યો રેકોર્ડ, આ સિદ્ધી મેળવનારો બન્યો ત્રીજો ભારતીય વિકેટકીપર
બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ ટેસ્

બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબામાં છે. આજે (15 ડિસેમ્બર 2024ના રોજ) આ મેચનો બીજો દિવસ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબામાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. પ્રથમ દિવસે વરસાદના કારણે માત્ર 13.2 ઓવર બાદ રમત રદ કરવી પડી હતી. પરંતુ બીજા દિવસે હવામાને સાથ આપ્યો અને રમત શરૂ થઈ. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો મેચની શરૂઆતની થોડી જ ઓવરમાં લાગ્યો. રિષભ પંતે જસપ્રિત બુમરાહના બોલ પર ઉસ્માન ખ્વાજાનો કેચ પકડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 150 ડિસમિસલ પૂરા કરીને એક રેકોર્ડ પણ બનાવ્યો. તેણે 41મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે.
ટોપ-3માં થયો સામેલ
રિષભ પંતના 150 આઉટમાં 135 કેચ અને 15 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે. તે હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ આઉટ કરનાર ટોપ-3 ભારતીય વિકેટકીપર્સની યાદીમાં સામેલ થઈ ગયો છે. ટેસ્ટમાં સૌથી વધુ આઉટ કરાવાના મામલે તેનાથી આગળ હવે માત્ર ભૂતપૂર્વ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સૈયદ કિરમાણી છે.
ધોનીએ તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 294 આઉટ કર્યા હતા, જેમાં 256 કેચ અને 38 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે. જ્યારે કિરમાણીએ 160 કેચ અને 38 સ્ટમ્પિંગ સાથે 198 આઉટ કર્યા હતા. પંત હવે આ મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય વિકેટકીપરોમાં કિરણ મોરે 130 ડિસમિસલ સાથે ચોથા સ્થાને અને નયન મોંગિયા 107 આઉટ સાથે પાંચમા સ્થાને છે.
આ પણ વાંચો: NDVsAUS: ગાબા ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાયો, માત્ર 80 બોલની રમત જ શક્ય બની
પંતનું બેટ કામ કરતું ન હતું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બે મેચ રમાઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ એક-એક મેચ જીતી છે અને સિરીઝ સમાન રહી છે. જ્યારે ગાબામાં ચાલી રહેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે રમતના બીજા દિવસે મેચ પર અંકુશ જાળવી રાખ્યો છે. જો કે વર્તમાન સિરીઝમાં રિષભ પંતનું બેટ શાંત રહ્યું છે. તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે અત્યાર સુધી 3 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. આ સમયગાળા દરમિયાન તે 21.75ની સરેરાશથી માત્ર 87 રન જ બનાવી શક્યો છે, જેમાંથી 37 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. તમને જણાવી દઈએ કે સમાચાર લખાય છે ત્યાં સુધી 36 ઓવર પછી 83 રનના સ્કોર ભારતને પર 3 આંચકા લાગ્યા છે. સ્ટીવ સ્મિથ 48 બોલમાં 20 રન અને ટ્રેવિસ હેડ 11 બોલમાં 6 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.








