મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

RCB Vs CSK: ચેન્નાઈને મેચ જીતવા 219 રનનો ટાર્ગેટ, ચિન્નાસ્વામીમાં કોહલીએ બનાવ્યો 'વિરાટ' રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્

RCB Vs CSK: ચેન્નાઈને મેચ જીતવા 219 રનનો ટાર્ગેટ,  ચિન્નાસ્વામીમાં કોહલીએ બનાવ્યો 'વિરાટ' રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે  બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરીને 218 રન બનાવ્યા છે. પરિણામે ચેન્નાઈને મેચ જીતવા 219 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરુ ટીમની શરૂઆત શાનદાર રહી હતી. વિરાટ અને  ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી. કોહલી 47 રન બનાવીને આઉટ થયો હતો. 

કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો

વિરાટ કોહલીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 3 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. આવું કરનાર તે એકમાત્ર બેટર છે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ખેલાડીએ એક મેદાન પર 3 હજાર રન બનાવ્યા નથી. વિરાટ કોહલી પછી રોહિત શર્મા બીજા સ્થાને છે. રોહિત શર્માએ વાનખેડે સ્ટેડિયમમાં 2295 રન બનાવ્યા છે.

વરસાદના પગલે મેચ અટકી હતી

બેંગલુરુની ઇનિંગ્સમાં 3 ઓવર પછી વરસાદ શરૂ થયો હતો. જેના પગલે મેચ રોકી દેવામાં આવી હતી. જોકે, ઓવરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નહોતો.

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

ચેન્નાઈ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), મિચેલ સેન્ટનર, શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ, મહિશ થિક્સાના. 

બેંગલુરુ: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, કેમરૂન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), કર્ણ શર્મા, યશ દયાલ, લોકી ફર્ગ્યુસન અને મોહમ્મદ સિરાજ.

આ સમાચાર શેર કરો