Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rajasthan Royals easily beat Chennai Super Kings by 8 wickets

CSK vs RR: રાજસ્થાન રોયલ્સનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 વિકેટથી આસાન વિજય, વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં ફટકારી ફિફ્ટી

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
CSK vs RR: રાજસ્થાન રોયલ્સનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 વિકેટથી આસાન વિજય, વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં ફટકારી ફિફ્ટી
સોર્સ : gstv

IPL 2026ની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવી દીધું છે. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં રન ચેઝ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાને સરળતાથી મેચ પર 47 બોલ બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. 

App Store

વૈભવે 15 બોલમાં ફટકારી ફિફ્ટી

વૈભવે માત્ર 17 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 52 રન ફટકાર્યા હતા. આ દરમિયાન વૈભવે 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જે આઈપીએલ ઈતિહાસની સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 127 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી.

સ્કોર કાર્ડ

CSK: 127(19.4)

RR: 128/2(12.1)

ચેન્નાઈ 127 રન પર ઓલઆઉટ

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 19.4 ઓવરમાં 127 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના તમામ બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા, જેમાં સંજુ સેમસન, સરફરાઝ ખાન, રુતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ હતા. જેમી ઓવરટને ટીમની લાજ રાખી હતી ટીમ તરફથી સૌથી મોટી ઈનિંગ રમતા 36 બોલમાં 43 રન બનાવ્યા હતા. બેટિંગ કરવા ઉતરેલા 11 બેટ્સમેનોમાંથી 8 તો બે આંકડાનો સ્કોર પણ કરી શક્યા ન હતા. બીજી તરફ રાજસ્થાન માટે જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ મેળવી હતી. આ ઉપરાંત બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ ઝડપી હતી.