Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : After Dhoni This CSK Player Also Ruled Out of Opening Matches

VIDEO: CSKને લાગ્યો વધુ એક ઝટકો, ધોની બાદ હવે આ સ્ટાર ખેલાડી પણ શરૂઆતની મેચોમાંથી થયો બહાર

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2026 સિઝનની પોતાની પહેલી મેચ 30 માર્ચે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આ મેચ પહેલા CSK ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર એમએસ ધોની ફિટનેસ સમસ્યાઓના કારણે પ્રથમ કેટલીક મેચોમાંથી બહાર થઈ ગયો છે, ત્યારે ડેવાલ્ડ બ્રેવિસનું પણ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ સહિત પ્રથમ 2-3 મેચોમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. આ પહેલા નાથન એલિસ ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો અને CSKએ તેના સ્થાને સ્પેન્સર જોહ્ન્સનને સામેલ કર્યો છે, પરંતુ તે પણ તેની પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ નથી થયો.

App Store

ડેવાલ્ડ બ્રેવિસ ટ્રેનિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ માટે ગુવાહાટી પહોંચી છે. જ્યાં ટ્રેનિંગ દરમિયાન ટીમનો સ્ટાર યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસને સાઈડ સ્ટ્રેન ઈજાના કારણે પહેલી મેચમાંથી બહાર થઈ ગયો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં CSKના હેડ કોચે ડેવાલ્ડ બ્રેવિસની ઈજા વિશે માહિતી આપી હતી, પરંતુ તે ક્યારે ફિટ થશે તે સ્પષ્ટ નહતું કર્યું. પરિણામે તે પહેલી 2 કે 3 મેચમાંથી બહાર થાય તેવી શક્યતા છે. રાજસ્થાન સામેની મેચ બાદ CSK 3 એપ્રિલે તેના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે ટકરાશે.

કયા ખેલાડીને તક મળી શકે છે?

ડેવાલ્ડ બ્રેવિસના બહાર થવાથી બધાની નજર CSK કયા ખેલાડીને તક આપશે તેના પર છે, જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ શોર્ટ યાદીમાં આગળ છે. રાજસ્થાન રોયલ્સ સામે CSKના રેકોર્ડ વિશે વાત કરવામાં આવે તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 31 મેચ રમાઈ છે, જેમાંથી CSKએ 16 મેચ જીતી છે, જ્યારે RRએ 15 મેચમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં આ મેચ સરળ નહીં હોય. મોટાભાગના ફેન્સની નજર સંજુ સેમસન પર હશે, જે IPLમાં પહેલીવાર CSKની જર્સીમાં રમતો જોવા મળશે.