Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Questions raised on Team India's preparation for T20 World cup after defeat in 2nd match

IND vs SA / ભારતીય ટીમને નડ્યા હેડ કોચના પ્રયોગો, બીજી મેચ હારતા T20 વર્લ્ડ કપની તૈયારી પર ઉભા થયા સવાલો

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / ભારતીય ટીમને નડ્યા હેડ કોચના પ્રયોગો, બીજી મેચ હારતા T20 વર્લ્ડ કપની તૈયારી પર ઉભા થયા સવાલો
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ ટીમને સાઉથ આફ્રિકા સામેની 5 મેચની T20I સિરીઝની બીજી મેચમાં 51 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે (11મી ડિસેમ્બર) મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં સાઉથ આફ્રિકાએ 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ 19.1 ઓવરમાં માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

App Store

ભારતની આ હાર પાછળ નબળી બેટિંગ, બોલિંગની ખામીઓ અને હેડ કોચ ગૌતમ ગંભીર દ્વારા કરવામાં આવેલા આશ્ચર્યજનક પ્રયોગો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

ટોપ ઓર્ડર ફરી નિષ્ફળ

રન ચેઝમાં ભારતીય ટીમના બે મુખ્ય સ્ટાર બેટ્સમેનોનું સતત બીજી મેચમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. વાઈસ કેપ્ટન શુભમન ગિલ પોતાનું ખાતું ખોલાવ્યા વિના જ પવેલિયન પરત ફર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર 5 રન બનાવીને આઉટ થયો. આ બંને ખેલાડીઓ કટકમાં રમાયેલી પ્રથમ T20Iમાં પણ ફ્લોપ રહ્યા હતા.

ગંભીરના વિવાદાસ્પદ પ્રયોગો

કોચ ગૌતમ ગંભીરના કેટલાક બેટિંગ ઓર્ડરના નિર્ણયોએ મેચમાં મોટો ફરક પાડ્યો. શુભમન ગિલ આઉટ થયા બાદ ગંભીરે અક્ષર પટેલને ત્રીજા ક્રમે મોકલ્યો, જે ખૂબ જ આશ્ચર્યજનક નિર્ણય હતો. અક્ષર પટેલ 21 બોલનો સામનો કરીને માત્ર 21 રન બનાવી શક્યો. તેની આ ધીમી ઈનિંગે જરૂરી રન રેટ વધારી અને ભારતીય ટીમ પર દબાણ વધી ગયું.

ઓલરાઉન્ડર શિવમ દુબેને આઠમા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો, જ્યારે મેચ લગભગ હાથમાંથી નીકળી ગઈ હતી (18મી ઓવરમાં). જો શિવમ દુબેને શરૂઆતમાં મોકલવામાં આવ્યો હોત, તો મેચનું પરિણામ કદાચ અલગ હોત.

નબળી બોલિંગ

ભારતીય બોલર્સે પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું. સાઉથ આફ્રિકની ઈનિંગની છેલ્લી ત્રણ ઓવરમાં જ ભારતીય બોલર્સે 49 રન આપ્યા, જેના કારણે વિપક્ષી ટીમ 213ના વિશાળ સ્કોર સુધી પહોંચી શકી. અર્શદીપ સિંહ સૌથી મોંઘો બોલર સાબિત થયો, તેણે 54 રન આપ્યા અને એક પણ વિકેટ ન લીધી. જસપ્રીત બુમરાહે પણ 4 ઓવરમાં 45 રન આપીને નિરાશ કર્યા.

તિલક વર્માની લડાયક ઈનિંગ

ટીમની હાર વચ્ચે યુવા બેટર તિલક વર્માએ 62 રનની લડાયક ઈનિંગ રમીને ભારતને મોટી હારથી બચાવ્યું હતું. આગામી 2026 T20 વર્લ્ડ કપને હવે વધુ સમય બાકી નથી, ત્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટના આ પ્રકારના બિનજરૂરી પ્રયોગો ટીમના સંતુલન અને તૈયારીઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે.