Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Post goes viral that Hardik Pandya-Mahika Sharma will get married in Udaipur on May 22, know the truth of this news here

22 મેએ ઉદયપુરમાં હાર્દિક પંડ્યા-માહિકા શર્મા લગ્ન કરશેની પોસ્ટ વાયરલ, જાણો આ સમાચારનું સત્ય અહીં

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
22 મેએ ઉદયપુરમાં હાર્દિક પંડ્યા-માહિકા શર્મા લગ્ન કરશેની પોસ્ટ વાયરલ, જાણો આ સમાચારનું સત્ય અહીં
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અને આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાના શાનદાર પર્ફોર્મન્સની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવા અહેવાલો ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે, હાર્દિક પંડ્યા ખૂબ જ જલ્દી તેની લેડી લવ માહિકા શર્માને પોતાની દુલ્હન બનાવવા જઈ રહ્યો છે. આ વાયરલ સમાચારોમાં કેટલી સચ્ચાઈ છે? ચાલો જાણીએ.

App Store

22 મેના રોજ ઉદયપુરમાં લગ્નની ચર્ચા!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આઈપીએલ 2026ની મેચોની વચ્ચે જ હાર્દિક પંડ્યા આગામી 22 મેના રોજ ઉદયપુરમાં માહિકા શર્મા સાથે સાત ફેરા લેશે. આ લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવશે. જેમાં માત્ર બંનેના પરિવારના સભ્યો, નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહેશે. આ સમાચાર સામે આવતા જ ક્રિકેટ ફેન્સમાં ફરી ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. 

શું છે આ વાયરલ પોસ્ટનું સત્ય?

જ્યારે આ વાયરલ પોસ્ટ શેર કરનારા સોશિયલ મીડિયા એકાઉન્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે સત્ય કંઈક અલગ જ નીકળ્યું. આ પોસ્ટ એક પેરોડી (ફેક) પ્રોફાઇલ પરથી શેર કરવામાં આવી છે. આ પ્રકારના એકાઉન્ટ્સ ઘણીવાર સોશિયલ મીડિયા પર માત્ર લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે સત્તાવાર સમાચારોની નકલ કરીને ખોટો કન્ટેન્ટ પોસ્ટ કરતા હોય છે. હાર્દિક કે માહિકા તરફથી લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન સામે આવ્યું નથી, જેથી લગ્નની આ વાત માત્ર અફવા સાબિત થઈ છે.

આઈપીએલ દરમિયાન ચર્ચામાં રહી કેમિસ્ટ્રી

જોકે, હાર્દિક અને માહિકા શર્માના સંબંધો જગજાહેર છે. હાર્દિકે જ્યારે પોતાની લેડી લવ માહિકા સાથેના સંબંધોને કન્ફર્મ કર્યા છે, ત્યારથી તે અવારનવાર માહિકા પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. ચાલુ આઈપીએલ દરમિયાન પણ બંનેની કેમિસ્ટ્રી સતત ચર્ચામાં છે. માહિકા મુંબઈ ઈન્ડિયન્સની દરેક મેચમાં હાર્દિકને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં હાજર રહે છે.

નતાશા સ્ટેનકોવિક સાથે થઈ ચૂક્યા છે છૂટાછેડા

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાના પહેલા લગ્ન વર્ષ 2020માં મોડેલ અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે થયા હતા. બંનેને એક દીકરો (અગસ્ત્ય) પણ છે. જોકે, થોડા વર્ષો બાદ એટલે કે વર્ષ 2024માં હાર્દિક અને નતાશા પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. છૂટાછેડા પછી પણ બંને સાથે મળીને પોતાના દીકરાનો ઉછેર કરી રહ્યા છે.