T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મૂળના ખેલાડીઓ પર પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું- 'તમે ગૌરવ અપાવી...'

ભારત અને શ્રીલંકામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026માં વિશ્વભરમાંથી કુલ 20 ટીમો ભાગ લીધો હતો. જોકે, સુપર 8 સ્ટેજ પહેલા 12 ટીમોની સફર સમાપ્ત થઈ ગઈ. T20 વર્લ્ડ કપમાં ઓમાન, USA, કેનેડા અને UAE સહિત અનેક દેશોએ ભાગ લીધો હતો. ભારતીય મૂળના ઘણા ખેલાડીઓએ આ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખેલાડીઓની પ્રશંસા કરી છે.
પીએમ મોદીએ પ્રશંસા કરી
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું, "ઘણા ભારતીય મૂળના ખેલાડીઓ દેશને ગૌરવ અપાવી રહ્યા છે અને ત્યાંના યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે. આ ભારતીયતાનો સાર છે. જ્યાં પણ જાય છે, ભારતીયો તેમની માતૃભૂમિ સાથે જોડાયેલા રહે છે. અને તેઓ તેમના કાર્યસ્થળ, એટલે જે દેશમાં રહે છે તેની સંસ્કૃતિને વધારવામાં પણ ફાળો આપે છે."
તેમણે આગળ કહ્યું, "હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે સમૃદ્ધ થાય છે. રમતગમત પણ આપણને એક કરે છે. તમે આજકાલ T20 વર્લ્ડ કપની મેચો જોતા હશો. મને ખાતરી છે કે તમારી નજર કોઈ ખાસ ખેલાડી પર હશે. ભલે જર્સી બીજા દેશની હોય, પણ તેનું નામ સાંભળતાની સાથે જ તમને ખ્યાલ આવશે કે તે આપણા દેશનો છે."
આ ખેલાડીઓ લાઈમલાઈટમાં રહ્યા
કેનેડાનાનો કેપ્ટન દિલપ્રીત બાજવા ગુરદાસપુર પંજાબનો રહેવાસી છે. USAનો કેપ્ટન મોનક પટેલ ગુજરતી છે. USAનો ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકર મુંબઈનો છે. આ ભારતીય મૂળના ખેલાડીઓએ અન્ય દેશો માટે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું છે. USA અને UAE જેવી ટીમોએ પણ T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું છે.

