T20 World Cup 2026 / ગ્રુપ સ્ટેજમાં શાંત રહ્યા આ 7 પાવર હિટર્સના બેટ, સુપર-8માં મચાવી શકે છે ધમાલ

T20 વર્લ્ડ કપ 2026નો લીગ સ્ટેજ એટલે કે ગ્રુપ સ્ટેજ સમાપ્ત થઈ ગયો છે. હવે સુપર-8નો સમય છે. ગ્રુપ સ્ટેજમાં કેટલાક પાવર હિટર્સના બેટ શાંત રહ્યા હતા, પરંતુ તેઓ સુપર-8માં સારું પ્રદર્શન કરતા જોવા મળી છે. અમે તમને એવા 7 બેટ્સમેન વિશે જણાવીશું જેમના બેટ ગ્રુપ સ્ટેજમાં શાંત રહ્યા હતા. ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા પણ આ યાદીનો ભાગ છે.
અભિષેક શર્મા
અભિષેક શર્માએ ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ રમી હતી અને ત્રણેયમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયો હતો. તેણે હજુ સુધી ટુર્નામેન્ટમાં એક પણ રન નથી બનાવ્યો. હવે ફેન્સ સુપર-8માં અભિષેક પાસેથી વિસ્ફોટક બેટિંગની અપેક્ષા રાખશે.
ડેવાલ્ડ બ્રેવિસ
દસાઉથ આફ્રિકાનો ડેવાલ્ડ બ્રેવિસ પણ લીગ સ્ટેજમાં મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો. તેણે ચાર મેચ રમી, જેમાં અનુક્રમે 06, 23, 21 અને 36 રન બનાવ્યા. સુપર-8માં તેનું પ્રદર્શન કેવું રહે છે તે જોવું રસપ્રદ રહેશે.
જોસ બટલર
ગ્રુપ સ્ટેજમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોસ બટલરનું બેટ પણ શાંત રહ્યું હતું. તેણે ગ્રુપ સ્ટેજમાં ચાર મેચ રમી, જેમાં અનુક્રમે 26, 21, 03 અને 03 રન બનાવ્યા હતા.
ફિલ સોલ્ટ
ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન ફિલ સોલ્ટ પણ આ યાદીનો ભાગ છે. સોલ્ટે ચાર મેચમાં અનુક્રમે 01, 30, 02 અને 28 રન બનાવ્યા હતા. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સુપર-8માં સોલ્ટ કેવું પ્રદર્શન કરે છે.
સેમ અયુબ
પાકિસ્તાનનો યુવા ઓપનર સેમ અયુબ પણ ગ્રુપ સ્ટેજમાં ફ્લોપ રહ્યો હતો. તેણે લીગ સ્ટેજની ચાર મેચમાં અનુક્રમે 24, 19, 06 અને 14 રન બનાવ્યા હતા. જોકે, બોલિંગ કરતી વખતે તેણે નેધરલેન્ડ્સ સામે 2 વિકેટ અને ભારત સામે 3 વિકેટ લીધી હતી.
રોવમેન પોવેલ
વેસ્ટ ઈન્ડિઝનો રોવમેન પોવેલ પણ ગ્રુપ સ્ટેજમાં નિષ્ફળ ગયો હતો. તેણે ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ રમી હતી, જેમાં તેણે અનુક્રમે 24, 14 અને 09 રન બનાવ્યા હતા.
હાર્દિક પંડ્યા
ગ્રુપ સ્ટેજમાં હાર્દિક પંડ્યા બેટથી ખાસ કંઈ નહતો કરી શક્યો. ચાર મેચમાં હાર્દિકે અનુક્રમે 05, 52, 00 અને 30 રન બનાવ્યા હતા. જોકે, તેણે ચાર મેચમાં 5 વિકેટ લીધી હતી.

