Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Two brothers to clash in IND vs SA super-8 match

IND vs SA / આજે સુપર-8ની મેચમાં બે સગા ભાઈઓ વચ્ચે ટક્કર, ડગઆઉટમાં થશે રણનીતિની જંગ

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
IND vs SA / આજે સુપર-8ની મેચમાં બે સગા ભાઈઓ વચ્ચે ટક્કર, ડગઆઉટમાં થશે રણનીતિની જંગ
સોર્સ : GSTV

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કાંટાની ટક્કર થવા જઈ રહી છે. આ મેચની સૌથી રસપ્રદ વાત એ છે કે બે સગા ભાઈઓ મોર્ને મોર્કેલ અને એલ્બી મોર્કેલ, સામસામેની ટીમો માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. મોર્ને મોર્કેલ હાલમાં ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 544 વિકેટ લેવાનો બહોળો અનુભવ ધરાવતો મોર્ને સાઉથ આફ્રિકાના બેટર્સની તમામ નબળાઈઓથી સારી રીતે વાકેફ છે અને તેણે જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ બોલર્સ સાથે મળીને આફ્રિકન ટીમના બેટિંગ ઓર્ડરને તોડવા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરી છે.

App Store

પિચ અને ખેલાડીઓની રમતની ઊંડી સમજ

બીજી તરફ, તેનો મોટો ભાઈ એલ્બી મોર્કેલ સાઉથ આફ્રિકાની ટીમમાં સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. એલ્બી પાસે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમવાનો બહોળો અનુભવ છે, જેના કારણે તે ભારતની પિચની પરિસ્થિતિ અને ભારતીય ખેલાડીઓની રમતને ખૂબ જ સારી રીતે જાણે છે. હાલમાં એલ્બી સાઉથ આફ્રિકાના સ્પિનર્સ સાથે મળીને ભારતીય બેટર્સને ફસાવવાની ખાસ રણનીતિ તૈયાર કરી રહ્યા છે.

મેચ પહેલા ભાઈઓ વચ્ચે વાતચીત બંધ!

આ મેચ અંગે મજાક કરતા એલ્બી મોર્કેલે કહ્યું કે, "અમે અત્યારે આ મેચ વિશે એકબીજા સાથે વાત નથી કરતા. સૌથી વધુ પરેશાન તો અમારી મમ્મી છે, તેને સમજાતું નથી કે કોને સપોર્ટ કરવો!" જોકે મેદાન પર બંને ભાઈઓ પોતપોતાની ટીમની જીત માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. એકબાજુ મોર્ને નેટ્સમાં ભારતીય ખેલાડીઓની રમત સુધારી રહ્યા છે, તો બીજી તરફ એલ્બી સાઉથ આફ્રિકાના બોલર્સને દબાણમાં શાંત રહીને બોલિંગ કરવાની સલાહ આપી રહ્યો છે.

આજના આ મુકાબલામાં લોહીનો સંબંધ એક તરફ રહેશે અને પ્રોફેશનલ જવાબદારી બીજી તરફ. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદના મેદાનમાં કયા 'મોર્કેલ' ની રણનીતિ મેદાન મારી જાય છે અને કઈ ટીમને સુપર-8ના પોઈન્ટ્સ ટેબલમાં ફાયદો થાય છે.