મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

INDVsAUS: ઓસ્ટ્રેલિયા સામે આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, બુમરાહ કરશે કેપ્ટન્સી

પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝ શુક્રવારથી પર્થમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ

INDVsAUS: ઓસ્ટ્રેલિયા સામે આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, બુમરાહ કરશે કેપ્ટન્સી

પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝ શુક્રવારથી પર્થમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા ભારતના કેપ્ટન જસપ્રિત બુમરાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 

કેપ્ટન્સીને લઇને બુમરાહે શું કહ્યું?

જસપ્રિત બુમરાહ રોહિત શર્માની ગેરહાજરીમાં પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટન્સી કરશે. બુમરાહે પોતાની કેપ્ટન્સી પર કહ્યું, 'આ સમ્માનની વાત છે. મારી પોતાની શૈલી છે. વિરાટ અલગ હતો, રોહિત અલગ છે..અને મારી પોતાની રીત અલગ છે.હું તેને એક કેપ્ટન્સીના રૂપમાં નથી લેતો, મને જવાબદારી લેવાનું પસંદ છે.'

બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા પોતાની તૈયારી પર બુમરાહે કહ્યું, 'અમે તૈયાર છીએ.અમે પહેલા જ આવી ગયા હતા અને WACAમાં અમે પ્રેક્ટિસ કરી છે. હવે જવાબદારી ઉઠાવવાનો વારો યુવાઓ પર છે.'

મોહમ્મદ શમી પર નજર

જસપ્રિત બુમરાહે મોહમ્મદ શમીને લઇને પણ ખુલાસો કર્યો છે. બુમરાહે કહ્યું કે, મોહમ્મદ શમી ટીમનો મહત્ત્વનો ભાગ છે અને મેનેજમેન્ટ તેના પર નજર રાખી રહ્યું છે. બધુ બરાબર રહ્યું તો તમે અહીં પણ જોઇ શકો છો.

આ પણ વાંચો: IND vs AUS / બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ચેતેશ્વર પૂજારાને મળી ખાસ જવાબદારી, હવે નવી ભૂમિકામાં જોવા મળશે

પર્થ ટેસ્ટમાં આવી હોઇ શકે છે ભારતીય ટીમ

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટ કીપર), સરફરાઝ ખાન,નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન/ રવિન્દ્ર જાડેજા,વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન)

પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ

22-26 નવેમ્બર- પ્રથમ ટેસ્ટ, પર્થ
6-10 ડિસેમ્બર- બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર- ત્રીજી ટેસ્ટ, બ્રિસબેન
26-30 ડિસેમ્બર- ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી- પાંચમી ટેસ્ટ, સિડની

આ સમાચાર શેર કરો