6 ડિસેમ્બરે જન્મદિવસ ઉજવનારા ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જસપ્રિત બુમરાહ સહિત આ ભારતીયો પણ સામેલ
6 ડિસેમ્બર એ ક્રિકેટ જગત માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે એક-બે નહીં પરંતુ એટલા બધા ખેલાડીઓ પોતાનો જ

6 ડિસેમ્બર એ ક્રિકેટ જગત માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે એક-બે નહીં પરંતુ એટલા બધા ખેલાડીઓ પોતાનો જન્મદિવસ મનાવે છે કે તેમની પ્લેઈંગ ઈલેવન બનાવી શકાય. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ આ યાદીમાં સામેલ છે. તો અમે તમને આજે એટલે કે 6 ડિસેમ્બરે જન્મદિવસની ઉજવનારા ક્રિકેટરોની પ્લેઈંગ ઈલેવન વિશે જણાવીશું.
આ પણ વાંચો: IND vs AUS 2nd Test / રોહિત શર્માએ જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે ભારત
ભારતીય બેટ્સમેન કરુણ નાયર અને પાકિસ્તાની બેટ્સમેન નાસિર જમશેદને 6 ડિસેમ્બરે જન્મદિવસ ઉજવનારા ક્રિકેટરોની પ્લેઈંગ ઈલેવનમાં ઓપનિંગની જવાબદારી મળશે. બંને બેટ્સમેનોને વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી. ત્યારબાદ ત્રીજા નંબરની જવાબદારી શ્રેયસ અય્યરને મળશે, જે આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અય્યરને આ ટીમની કમાન સોંપવામાં આવશે. આ રીતે ટીમનો ટોપ ઓર્ડર પૂરો થશે.
મિડલ ઓર્ડર
ત્યારબાદ મિડલ ઓર્ડરની શરૂઆત આયર્લેન્ડના હેરી ટેક્ટરથી થશે, જે ચોથા નંબર પર રમશે. ત્યારબાદ પાંચમા નંબર પર રમવાની જવાબદારી ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને મળશે. ફિલિપ્સ આ ટીમનો વિકેટકીપર હશે.
ઓલરાઉન્ડર
ત્યારબાદ છઠ્ઠા નંબર પર ઈંગ્લેન્ડનો દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ હશે. આ પછી સાતમા નંબર પર રમવાની જવાબદારી ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આપવામાં આવશે. આઠમા નંબર પર રમવાની જવાબદારી પૂર્વ ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર શોન એર્વિનને સોંપવામાં આવશે.
બોલિંગ ડિપાર્ટમેન્ટ
આ ટીમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ ઘણું શાનદાર હશે, જેમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પ્રથમ સ્થાન આપવામાં આવશે. ત્યારબાદ ફાસ્ટ બોલર અંશુલ કંબોજ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહનો સમાવેશ કરવામાં આવશે.
6 ડિસેમ્બરે જન્મદિવસ ઉજવતા ક્રિકેટરોની પ્લેઈંગ ઈલેવન
કરુણ નાયર, નાસિર જમશેદ, શ્રેયસ અય્યર (કેપ્ટન), હેરી ટેક્ટર, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ, રવિન્દ્ર જાડેજા, શોન એર્વિન, જસપ્રિત બુમરાહ, અંશુલ કંબોજ, આરસીપી સિંહ.








