IND vs AUS 2nd Test / ટીમ ઈન્ડિયાએ ગુમાવી 7મી વિકેટ, સ્ટાર્કે હર્ષિત રાણાને બનાવ્યો પોતાનો 5મો શિકાર
મિચેલ સ્ટાર્કે ભારત સામે પિંક બોલ ટેસ્ટમાં તબાહી મચાવી હતી. તેણે એકલા હાથે અડધી ટીમ ઈન્ડિયાને આઉટ કરી છે. અત્ય

મિચેલ સ્ટાર્કે ભારત સામે પિંક બોલ ટેસ્ટમાં તબાહી મચાવી હતી. તેણે એકલા હાથે અડધી ટીમ ઈન્ડિયાને આઉટ કરી છે. અત્યાર સુધી તેણે 13 ઓવરમાં 47 રન આપીને 5 વિકેટ ઝડપી છે.
ભારતે 8મી વિકેટ ગુમાવી હતી
ટીમ ઈન્ડિયાએ માત્ર 141 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી છે. અશ્વિનના આઉટ થયા બાદ તરત જ હર્ષિત રાણા પણ મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. સ્ટાર્કે હર્ષિતને ખતરનાક યોર્કરથી બોલ્ડ કર્યો હતો.
સ્ટાર્કે 7મો ફટકો આપ્યો હતો
ટીમ ઈન્ડિયાએ 7મી વિકેટ ગુમાવી છે. રવિચંદ્રન અશ્વિન 22 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. મિશેલ સ્ટાર્કે તેને આઉટ કર્યો હતો. તેણે શક્તિશાળી ઇન-સ્વિંગિંગ યોર્કર બોલિંગ કરી, જેના માટે અશ્વિન પાસે કોઈ જવાબ નહોતો.
ભારતે ગુમાવી 6ઠ્ઠી વિકેટ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ આઉટ થઈ ગયો છે. તેણે 35 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેની વિકેટ પેટ કમિન્સે લીધી હતી. તેના આઉટ થયા બાદ રવિચંદ્રન અશ્વિન બેટિંગ કરવા મેદાનમાં આવ્યો છે.
કેપ્ટન રોહિત શર્મા આઉટ
ટીમ ઈન્ડિયાએ 5મી વિકેટ ગુમાવી છે. બીજા સેશનમાં રોહિત શર્મા 23 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. 27 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 90 રન છે.
પ્રથમ સેશનમાં ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો
એડિલેડ ટેસ્ટમાં પ્રથમ સેશન સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 82/4 છે. રોહિત શર્મા (1) અને રિષભ પંત (4) વિકેટ પર છે. પિંક ટેસ્ટમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મિચેલ સ્ટાર્કે મેચના પહેલા જ બોલ પર યશસ્વી જયસ્વાલ (0) ને આઉટ કર્યો હતો. આ પછી કેએલ રાહુલ અને શુભમન ગિલ વચ્ચે સારી પાર્ટનરશિપ બની રહી હતી.
આ પછી બંનેએ સ્કોરકાર્ડ 69 રન સુધી પહોંચાડ્યું. પરંતુ સ્ટાર્કે કેએલ રાહુલ (37) ને નાથન મેકસ્વીનીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી વિરાટ કોહલી પણ માત્ર 7 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. કોહલી જ્યારે આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 77 રન હતો. આના થોડા સમય બાદ શુભમન ગિલ 31 રન બનાવી સ્કોટ બોલેન્ડના બોલ પર આઉટ થયો હતો. જ્યારે ગિલ આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 81/4 થઈ ગયો હતો. મેચમાં જોશ હેઝલવુડની જગ્યાએ રમતા બોલેન્ડની આ પહેલી વિકેટ હતી.
ટીમ ઈન્ડિયાએ 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે એડિલેડમાં બીજી ટેસ્ટ છે. આ મેચ ડે-નાઈટ છે. ભારત આ મેચ જીતીને પોતાની લીડ મજબૂત કરવા ઈચ્છશે તો ઓસ્ટ્રેલિયા આ મેચ દ્વારા કમબેક કરવાનો પ્રયાસ કરશે. ત્યારે ભારત માટે સારા સમાચાર એ છે કે રોહિત શર્મા એ ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: IND vs AUS / રેડ અને પિંક બોલ વચ્ચે શું તફાવત છે? એડિલેડ ટેસ્ટ પહેલા જાણી લો
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં 3 બદલાવ કરાયા
તમને જણાવી દઈએ કે પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહતો. અ મેચમાં જસપ્રીત બુમરાહ ટીમનો કેપ્ટન હતો. આ સિવાય શુભમન ગિલ પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે પ્રથમ મેચ નહોતો રમી શક્યો. પરંતુ બીજા મેચમાં આ બંને સ્ટાર ખેલાડી પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. તેમના સિવાય રવિચંદ્રન અશ્વિનને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ત્રણ ખેલાડીને દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ અને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ લેવામાં આવ્યા છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, રોહિત શર્મા (કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી, સ્કોટ બોલેન્ડ, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન.








