Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Players who have done gun celebration in cricket match

નવું નથી સાહિબજાદાનું 'ગન સેલિબ્રેશન', ધોની-કોહલી સહિત આ ખેલાડીઓ મેદાન પર કરી ચૂક્યા છે આવી રીતે સેલિબ્રેટ

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2025
લાઇવ ટીવીGoogle News
નવું નથી સાહિબજાદાનું 'ગન સેલિબ્રેશન', ધોની-કોહલી સહિત આ ખેલાડીઓ મેદાન પર કરી ચૂક્યા છે આવી રીતે સેલિબ્રેટ
સોર્સ : GSTV

એશિયા કપ 2025માં ભારત સામેની સુપર-4 મેચમાં, સાહિબજાદા ફરમાને બેટથી સારું પ્રદર્શન કર્યું, 58 રન બનાવ્યા. જ્યારે ફરહાને તેની અડધી સદી પૂર્ણ કરી, ત્યારે તેણે બંદૂકની જેમ પોતાનું બેટ પકડીને 'ગન સેલિબ્રેશન' કર્યું હતું. પાકિસ્તાની બેટ્સમેન ફરહાનને ટૂંક સમયમાં આ ઉજવણીનો જવાબ મળ્યો. ફરહાનને શિવમ દુબે કેપ્ટન સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ કરીને પવેલિયન મોકલ્યો હતો.

App Store

ODI મેચમાં 'ગન સેલિબ્રેશન'

સાહિબજાદા ફરહાનનું 'ગન સેલિબ્રેશન' ચર્ચામાં છે. જોકે, આ પહેલા ઘણા ખેલાડીઓએ ક્રિકેટ મેદાન પર 'ગન સેલિબ્રેશન' કરી ચૂક્યાછે. આ યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો પણ સમાવેશ થાય છે. 31 ઓક્ટોબર, 2005ના રોજ, ધોનીએ શ્રીલંકા સામે જયપુરમાં રમાયેલ ODI મેચમાં અણનમ 183 રન બનાવ્યા હતા. ODIમાં આ ધોનીનોહાઈએસ્ટ સ્કોર છે. જ્યારે ધોનીએ તે મેચમાં સદી ફટકારી, ત્યારે તેણે 'ગન સેલિબ્રેશન' કર્યું હતું. આ ઉજવણી ધોનીના ભારતીય સેના પ્રત્યેના સમર્પણ અને જોડાણથી પ્રેરિત હતી. ધોનીને 2011માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ મળ્યું હતું.

ટેસ્ટ મેચમાં 'ગન સેલિબ્રેશન'

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર થિલાન સમરવીરાએ પણ આવું જ સેલિબ્રેશન કરતા હતા. 2009માં પાકિસ્તાન સામે લાહોર ટેસ્ટમાં બેવડી સદી ફટકાર્યા બાદ તેમણે આ રીતે ઉજવણી કરી હતી. આ એ જ ટેસ્ટ મેચ હતી જેમાં શ્રીલંકાની ટીમ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સમરવીરાને તેની બેવડી સદી બાદ સવારે જાંઘમાં ગોળી વાગી હતી. ડિસેમ્બર 2011માં, સમરવીરાએ સાઉથ આફ્રિકા સામે ડર્બન ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ 'ગન સેલિબ્રેશન' કર્યું હતું.

IPL મેચમાં 'ગન સેલિબ્રેશન'

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં, પંજાબ કિંગ્સ (PBKS) ના બેટ્સમેન રિલી રોસોએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે અડધી સદી ફટકાર્યા બાદ પોતાનું બેટ બંદૂકની જેમ પકડીને ઉજવણી કરી હતી. જ્યારે રિલી રોસો તે મેચમાં આઉટ થયો હતો, ત્યારે વિરાટ કોહલીએ તેના ઉજવણીની કોપી કરી હતી.

T20I મેચમાં 'ગન સેલિબ્રેશન'

T20 વર્લ્ડ કપ 2021માં અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીએ 'ગન સેલિબ્રેશન' કર્યું હતું. આ ઉજવણીથી ભારે હોબાળો મચી ગયો હતો. શ્રીલંકામાં તત્કાલીન અફઘાન રાજદૂત એમ. અશરફ હૈદરીએ નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે મોટાભાગના ફેન્સ 'ગન સેલિબ્રેશન' ને નાપસંદ કરે છે, તો કેટલાક તેના પક્ષમાં છે.

WTC ફાઈનલ જીત્યા બાદ કેપ્ટને આ પ્રકારની ઉજવણી કરી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25 ​​ફાઈનલ જીત્યા બાદ સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવુમાની ઉજવણી જોવાલાયક હતી. બવુમા તેના ખભા પર WTC મેસને બાઝુકાની જેમ રાખીને ફાયર કરવાની એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. બાઝુકા એક લાંબી બંદૂક છે જે ખભા પર રાખીને રોકેટ ફાયર કરવા માટે વપરાય છે.

ભારત-પાકિસ્તાન મેચની વિગત

ભારત-પાકિસ્તાન મેચની વાત કરીએ તો, પાકિસ્તાન ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાન પર ઉતર્યું હતું, ટીમે પાંચ વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ સાત બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ અભિષેક શર્માએ 74 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. શુભમન ગિલે પણ 47 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયા હવે એશિયા કપમાં પોતાની આગામી મેચમાં 24 સપ્ટેમ્બર, બુધવારના રોજ બાંગ્લાદેશ સામે ટકરાશે.