એશિયા કપમાં પાકિસ્તાનની કારમી હાર, ભારત 6 વિકેટથી જીત્યું, ગિલ-અભિષેકે રમી દમદાર ઈનિંગ

એશિયા 2025ના સુપર ફોર રાઉન્ડમાં રવિવારે (21 સપ્ટેમ્બર, 2025) દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે.
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને બેટિંગ આપી હતી. જ્યારે પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા અને પાકિસ્તાને ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ભારતે 18.5 ઓવરમાં 4 વિકેટના નુકસાનથી 174 રન બનાવીને જીત મેળવી છે.
અભિષેક શર્માએ 39 બોલમાં 74 રનોની તોફાની ઈનિંગ રમી હતી. ગિલ ફિફ્ટી ચૂકી ગયો. તે 47 રન બનાવીને આઉટ થયો. પરંતુ બંને વચ્ચે સેન્ચૂરી પાર્ટનરશીપ થઈ. આ મેચમાં પાકિસ્તાનની ટીમના બેટિંગ કરી રહી હતી ત્યારે ભારતીય ટીમની ખરાબ ફિલ્ડિંગ જોવા મળી અને 4 સરળ કેચ ભારતીય ફીલ્ડર્સે છોડ્યા. બુમરહાે 4 ઓવરમાં 45 રન આપ્યા. આ મેચ માટે બુમરાહ અને વરૂણ ચક્રવર્તીની વાપસી થઈ હતી. અર્શદીપ અને હર્ષિત રાણા બહાર થયા હતા.

