Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs PAK Dubai super 4 rain prediction weather report

Asia Cup 2025 / જો વરસાદને કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થઈ ગઈ તો શું થશે? જાણો નિયમો

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / જો વરસાદને કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થઈ ગઈ તો શું થશે? જાણો નિયમો
સોર્સ : Google

ભારત અને પાકિસ્તાન આજે રાત્રે એશિયા કપ 2025ના સુપર 4 તબક્કામાં એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે રમાશે, ટોસ 7:30 વાગ્યે થશે. એશિયા કપના ઈતિહાસમાં, આ બંને ટીમો વચ્ચેની દરેક મેચ ફાઈનલ જેવી રહી છે, અને આજે પણ આવું જ દૃશ્ય હશે.

App Store

દુબઈ હવામાન કેવું રહેશે?

21 સપ્ટેમ્બરે UAEમાં હવામાન સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. સરેરાશ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે, લગભગ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવો પવન ફૂંકાશે. ખાડી દેશ હોવાથી, દુબઈ અને અબુ ધાબીમાં વરસાદની શક્યતા ઓછી છે. તેથી, હવામાનને કારણે કોઈ સમસ્યા થવાની શક્યતા નથી, અને મેચ સમયસર શરૂ થવાની અપેક્ષા છે.

જો મેચ રદ્દ થાય તો શું થશે?

સ્વચ્છ હવામાન દર્શકોને સંપૂર્ણ 40 ઓવરની રોમાંચક મેચનો અનુભવ કરવાની તક આપશે. જોકે, જો કોઈ કારણોસર મેચ પૂર્ણ ન થાય, તો નિયમો અનુસાર, બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. સુપર-4 સ્ટેજ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાઈ રહ્યો છે, જેમાં દરેક ટીમ એકબીજાનો સામનો કરશે. ટીમોને જીત માટે બે પોઈન્ટ અનેમેચ રદ્દ થવા પર એક પોઈન્ટ મળશે.

તણાવ અને રોમાંચ

આ મેચ સુપર-4 રેસમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા હાઈવોલ્ટેજ રહે છે. પાછેલ્લી મેચમાં ખેલાડીઓએ હાથ ન મિલાવવાની ઘટનાએ તણાવમાં વધારો કર્યો હતો. પરિણામે, આજની મેચ પણ ડ્રામાથી ભરેલી રહેવાની છે.