Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Bangladesh thrilling win over Sri Lanka in super 4

Asia Cup 2025 / બાંગ્લાદેશે જીત સાથે કરી સુપર-4ની શરૂઆત, શ્રીલંકા પાસેથી લીધો હારનો બદલો

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / બાંગ્લાદેશે જીત સાથે કરી સુપર-4ની શરૂઆત, શ્રીલંકા પાસેથી લીધો હારનો બદલો
સોર્સ : ESPNcricinfo

એશિયા કપના સુપર-4 તબક્કાની શરૂઆત રોમાંચક મેચ સાથે થઈ હતી, જેમાં બાંગ્લાદેશે શ્રીલંકાને ચાર વિકેટથી હરાવ્યું હતું. બાંગ્લાદેશે શ્રીલંકા પાસેથી ગ્રુપ સ્ટેજ મેચની હારનો બદલો લીધો હતો. પહેલા બેટિંગ કરતા, શ્રીલંકાએ 168 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે છેલ્લી ઓવરમાં રોમાંચક રીતે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બાંગ્લાદેશ માટે તૌહીદ હૃદયોયે મેચવિનિંગ ઈનિંગ રમી,તેણે 58 રન બનાવ્યા હતા. છ વખતના એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા પર આ રોમાંચક વિજય સાથે, બાંગ્લાદેશે એશિયા કપ 2025ની ફાઈનલ તરફ પ્રથમ પગલું ભર્યું.

App Store

ટોસ જીત્યા પછી બાંગ્લાદેશનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સાચો સાબિત થયો. 169 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી કારણ કે તન્ઝીદ હસન તમીમ ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. કેપ્ટન લિટન દાસે 16 બોલમાં 23 રન બનાવ્યા અને સૈફ હસન સાથે 59 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી.

ત્યારબાદ સૈફ હસન અને તૌહીદ હૃદયોયે બાંગ્લાદેશની ટીમને જીતની નજીક પહોંચાડી દીધી. હસન 14મી ઓવરમાં 61 રન બનાવીને આઉટ થયો. હૃદયોય ક્રીઝ પર રહ્યો. બાંગ્લાદેશની જીતની આશાઓ તેના પર ટકેલી હતી. 19મી ઓવરમાં હૃદયોય પણ 58 રન બનાવીને આઉટ થયો અને મેચ રોમાંચક બની ગઈ.

છેલ્લી ઓવરમાં ફક્ત 5 રનની જરૂર હતી

બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં જીત માટે ફક્ત 5 રનની જરૂર હતી, જ્યારે તેની 6 વિકેટ બાકી હતી. દાસુન શનાકા, જેણે પહેલાથી જ 64 રનની  ઈનિંગ રમી હતી, તે શ્રીલંકા માટે અંતિમ ઓવર ફેંકવા આવ્યો. ઝાકીર અલીએ શનાકાના પહેલા બોલ પર ચોગ્ગો મારીને સ્કોર બરાબરી કરી દીધો. બીજા જ બોલ પર ઝાકીર અલી ક્લીન બોલ્ડ થયો. ત્રીજો બોલ ડોટ રહ્યો અને ચોથા બોલ પર મહેદી હસન પણ આઉટ થયો. બાંગ્લાદેશી બેટ્સમેન ત્રણ બોલમાં એક પણ રન ન બનાવી શક્યા. ઓવરના પાંચમા બોલ પર, નસુમ અહેમદ શોટ મારીને રન લેવા દોડ્યો, પરંતુ ફિલ્ડરથી ડાયરેક્ટ હીટ મિસ થઈ ગઈ.