Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs PAK super 4 match pitch report of dubai international cricket stadium

Asia Cup 2025 / બોલર્સ કે બેટ્સમેન? દુબઈમાં કોનો જલવો જોવા મળશે? જાણો કેવી રહેશે દુબઈની પિચ

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / બોલર્સ કે બેટ્સમેન? દુબઈમાં કોનો જલવો જોવા મળશે? જાણો કેવી રહેશે દુબઈની પિચ
સોર્સ : GSTV

એશિયા કપ 2025ની સુપર-4 મેચ માટે સ્ટેજ તૈયાર છે. ક્રિકેટના કટ્ટર હરીફ, ભારત અને પાકિસ્તાન, 21 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. નોંધનીય છે કે બંને ટીમો ગ્રુપ Aમાં હતી. ભારતે ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચમાં પાકિસ્તાન સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું, અને 7 વિકેટથી જીત મેળવી હતી. હવે, ભારતીય ટીમ સુપર-4માં ટોચ પર રહેવા અને ફાઈનલમાં સ્થાન મેળવવા માટે વધુ એક પ્રભાવશાળી પ્રદર્શનની આશા રાખી રહી છે. ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં, બેટિંગ અને બોલિંગ બંને વિભાગો તરફથી ઉત્તમ પ્રદર્શનની અપેક્ષા છે.

App Store

દરમિયાન, પાકિસ્તાન ગ્રુપ Aમાં બીજા સ્થાને રહ્યું હતું. ત્રણમાંથી એક મેચ હાર્યા બાદ, પાકિસ્તાન પોતાની નબળાઈઓને દૂર કરવા અને ભારત સામે મેચ જીતવા માટે પ્રયત્ન કરશે. ફેન્સ આ હાઈવોલ્ટેજ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાલો આ મેચ પહેલા દુબઈના સ્ટેડિયમનો પિચ રિપોર્ટ જાણીએ.

દુબઈ પિચ રિપોર્ટ

UAEમાં સ્પિનનો દબદબો રહે છે, પરંતુ અબુ ધાબી કરતાં દુબઈમાં તે વધુ છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ બોલરોર્સ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. જો અક્ષર ફિટ હોય, તો ભારત ત્રણ સ્પિનર્સને મેદાનમાં ઉતારી શકે છે. દુબઈમાં ટાર્ગેટ ચેઝ કરતી ટીમોને નોંધપાત્ર ફાયદો છે. છેલ્લા પાંચ મેચમાં, ટાર્ગેટ ચેઝ ટીમે ત્રણ મેચ જીતી છે અને બે મેચ હારી છે. અહીંની પિચ સ્પિનર્સ માટે ખૂબ જ અનુકૂળ છે, જ્યારે બેટ્સમેનોએ શરૂઆતના તબક્કામાં ધીરજ રાખવાની જરૂર છે. આવી સ્થિતિમાં, ટોસ જીતીને પહેલા બોલિંગ કરવી એ ટીમ માટે યોગ્ય નિર્ણય સાબિત થઈ શકે છે.

દુબઈમાં T20I આંકડા

  • કુલ મેચો: 116
  • પ્રથમ બેટિંગ કરતા જીત: 53
  • પ્રથમ બોલિંગ કરતા જીત: 62
  • પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર: 139
  • સૌથી સફળ રન ચેઝ: 184/8 (SL vs BAN)

એશિયા કપ માટે બંને ટીમો

ભારત- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.

પાકિસ્તાન- સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયૂબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને સુફિયાન મુકીમ.