Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sahibzada Farhan sparks controversy with his celebration

VIDEO / સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકાર્યા બાદ કરી શરમજનક હરકત, ખેલાડીના સેલિબ્રેશને ઉભો કર્યો વિવાદ

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકાર્યા બાદ કરી શરમજનક હરકત, ખેલાડીના સેલિબ્રેશને ઉભો કર્યો વિવાદ
સોર્સ : ESPNcricinfo

પાકિસ્તાનના ઓપનિંગ બેટર સાહિબજાદા ફરહાને રવિવારે એશિયા કપ 2025ની મેચમાં ભારત વિરુદ્ધ અડધી સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 58 રન ફટકાર્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેને આ દરમિયાન બે જીવનદાન પણ મળ્યા હતા. જોકે અડધી સદી પૂર્ણ કર્યા બાદ તેણે શરમજનક હરકત કરી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

App Store

શું છે મામલો? 

29 વર્ષીય પાકિસ્તાની ઓપનર ફરહાને બંદૂક ચલાવતી સ્ટાઇલમાં સેલિબ્રેશન કરતા વિવાદ થયો હતો. તેણે આ રીતે ભારતીયોને ખિજવવાનો પ્રયાસ કર્યો હતો. ફરહાને સ્પિનર અક્ષર પટેલની ઓવરમાં છગ્ગો ફટકારી અડધી સદી પૂર્ણ કરી હતી. તેણે T20 ઈન્ટરનેશનલમાં ચોથી ફિફ્ટી ફટકારી હતી. જોકે તેની સેલિબ્રેટ કરવાની રીત સામે ભારતીય ફેન્સ ભડક્યા છે. 

ભારતીય ફેન્સ ભડક્યા

સાહિબજાદાની આ હરકત પર ભારતીય ફેન્સે લખ્યું કે, "ફરહાન ન ફક્ત ભારતીય ટીમ પણ તેના ફેન્સને પણ ખિજવી રહ્યો છે." પહલગામમાં આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારતીય ટીમે પાકિસ્તાન ટીમ સાથે હેન્ડશેક પણ નથી કર્યા.