PHOTOS: રોહિતે 500 સિક્સર અને ધોનીએ 5 હજાર રન પૂરા કર્યા, ચેન્નાઈ-મુંબઈ મેચમાં બન્યા શાનદાર રેકોર્ડ
IPL 2024 ની 29 નંબરની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન

IPL 2024 ની 29 નંબરની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈએ આ મેચ 20 રને જીતી લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સના લક્ષ્યનો પીછો કરતી વખતે રોહિત શર્માએ પણ અણનમ સદી ફટકારી હતી,પરંતુ રોહિત શર્મા ટીમને જીત તરફ લઈ જઈ શક્યા નહીં. આ સિવાય મેચમાં કેટલાક ખાસ શાનદાર રેકોર્ડ પણ બન્યા હતા.
ચેન્નાઈ સામેની મેચ દ્વારા રોહિત શર્માએ તેની T20 કરિયરમાં 500 સિક્સરનો આંકડો પાર કર્યો. રોહિત આ આંકડાને સ્પર્શનાર પ્રથમ ભારતીય અને એકંદરે પાંચમો બેટ્સમેન બન્યો છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ 1056 સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે.
એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 250 મેચ રમી છે. આ આંકડાને સ્પર્શનાર તે ચેન્નાઈનો પ્રથમ ખેલાડી બન્યો છે.
મુંબઈ સામે રમાયેલી મેચમાં ચેન્નાઈના ફાસ્ટ બોલર મથિશા પથિરાનાએ ચાર ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી હતી, જેની સાથે તે ચેન્નાઈ માટે ચાર વિકેટ લેનારો સૌથી નાની વયનો યુવા ખેલાડી બન્યો હતો. પથિરાનાએ 21 વર્ષ અને 118 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.








